યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ચલાલા દ્વારા સંચાલિત ગાયત્રી સંસ્કાર વિદ્યાલયનો ધોરણ એલ.કે.જી. થી ૪ ના બાળકોનો શૈક્ષણિક પ્રવાસ યોજાયો હતો. વિદ્યાર્થીઓને આંબરડી સફારી પાર્કની મુલાકાત કરવામાં આવી હતી. અને ત્યાં સિંહ દર્શન, તેમજ હરણ અને વન્ય પ્રાણીઓની મુલાકાત કરાવવામાં આવી હતી. અને બધા બાળકોને નાસ્તો પણ કરાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા ડાયરેક્ટર શ્રી ભારતભૂષણ મહેશભાઈ મહેતા, આચાર્ય શીતલબેન મહેતા, તેમજ સમગ્ર સ્ટાફે જહેમત ઉઠવામાં આવી હતી.