Gujarat

ફરી સજીવો ના જીવ સાથે રમત… ફરી કુદરત સાથે ક્રુરતા… દહેજ ની સ્ટર્લિંગ કંપની દ્વારા છોડાયું  કેમિકલ યુકત પ્રદુષિત પાણી……

– દહેજી જી.આઈ.ડી.સી.ના સ્ટર્લીંગ ઓક્સિલિયર્સ કંપની દ્વારા કેમિકલયુક્ત પાણીનો વિપુલ જથ્થો છોડાતા લોકોમાં ડર નો માહોલ 
ભરૂચ જીલ્લાના ઔદ્યોગિક હબ એવી દહેજ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ વિસ્તારમાં આવેલા સ્ટર્લિંગ ઑક્સિલિયર્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા સરેઆમ કેમિકલ યુક્ત પાણી જાહેર મા ઠાલવવામાં આવતા સજીવો ના જીવ જોખમમાં મુકાયા છે. આ કેમિકલયુક્ત પ્રવાહીથી પશુ-પંખીને, જળચર જીવોને તથા માનવજીવોને પણ ગંભીર ખતરો થાય છે. આ પાણીના પ્રત્યક્ષ કે પરોક્ષ સંપર્કમાં આવતા ચામડીના રોગો, પેટના રોગો, શરીરના ઈન્ટરનલ ઓર્ગન્સમાં ખરાબી સહિતના અનેક રોગો થતા હોય છે.
જળ પ્રદૂષણ કરનાર દહેજની સ્ટર્લીંગ કંપની ની રાક્ષસી પ્રવૃત્તિના કારણે  ગામ તળાવ,નદીઓ, મહાસાગર અને ભૂગર્ભજળ જેવાં જળસ્ત્રોતો દૂષિત થાય છે, અને તેથી આ જળાશયોમાંની વનસ્પતિઓ અને સજીવોને નુકસાન થાય છે અથવા તો નુકસાન થવાની સંભાવનાઓ સર્જાય છે હાલ જીવ સૃષ્ટિ માટે ગંભીર સ્થિતિ સ્ટર્લીંગ કંપની દ્વારા નિર્માણ કરાય છે.
જેથી પર્યાવરણવાદીઓ આવા  કેમિકલયુક્ત પાણીને જાહેરમાં છોડવાનો હંમેશા વિરોધ કરતા હોય છે. સરકારી તંત્ર પણ જી.પી.સી.બી. મારફતે આ બાબતનો ખ્યાલ રાખતી હોય છે કે કોઇપણ કંપની પર્યાવરણ માટે ખતરો ન બને.
જો કે હાલ દહેજી જી.આઈ.ડી.સી.ના સ્ટર્લીંગ ઓક્સિલિયર્સ કંપનીએ કેમિકલયુક્ત પાણીનો મસમોટો જથ્થો વરસાદી કાસમાં ઠાલવી દઈ પર્યાવરણ માટે ખતરો ઉભો કરી દીધેલ હોવાનું જાણવા મળેલ છે. આ પ્રદુષિત પ્રવાહી પાણીમાં ભળી જવાથી હવે આ પાણી નદી,  દરીયા,ખેતરોમાં જશે. જેને કારણે પશુ-પંખી, જળચરો તથા જીવ સૃષ્ટિ પર ગંભીર અસરો ઉભી કરશે. આ અંગે જાગૃત નાગરિક દ્રારા તાત્કાલિક સ્થળે પહોંચી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમણે આ અંગે જી.પી.સી.બી.ને જાણ કરાતા જીપીસીબી ની ટીમ ઘટના સ્થળે પહોંચી સ્ટર્લીંગ કંપનીને આ ગંભીર બેદરકારી બદલ નોટિસ આપી હતી,
. હવે પ્રકૃતિને જે નુકશાન થવાનું હતું તે થઈ ગયા પછી આ કંપનીમાં અડધી રાત પછી જીપીસીબી તપાસ કરી કેમિકલ યુક્ત પાણીના સેમ્પલ એકત્ર કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ ત્યા ની ગંભીર પરિસ્થિતિ જોઈ જીપીસીબી ના ભરૂચ ના આર.ઓ. કિશોરસિંહ વાઘમસિંહએ કંપનીને નોટિસ આપી હતી.
વિરલ ગોહિલ, ભરૂચ