અખિલ કચ્છ મુસ્લિમ કુંભાર સમાજ દ્વારા અંજારના વેપારી અગ્રણી ઉપર ખાનગી ટ્રાવેલ્સના ચાલકે નજીવી બાબતે હુમલો કરી ટોળાં સાથે સમાજ વિરોધી ભાષા પ્રયોગ કરી માનસિક ઉશ્કેરણી કરીને ગંભીર કૃત્ય કર્યું હતું આ બાબતે કસૂરવાર ઈસમો સામે મોબલિંચિગ કલમ હેઠળ ફરિયાદ દાખલ થવા ભુજ ખાતેની જિલ્લા પોલીસ મહા નિરીક્ષક અને પશ્વિમ કચ્છ પોલીસ વડાની કચેરીએ આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી.
રજૂ કરાયેલા પત્રમાં જણાવાયા મુજબ અંજારના સામાજિક અગ્રણી વેપારી જાફર સાલેમામદ કુંભારના પીતા ભુજ હોસ્પિટલમાં સારવાર માટે એડમીટ છે, ત્યારે અંજારથી ભુજ તરફ આવી રહયા હતા. તે દરમ્યાન શેખપીરથી આગળ લકઝરી બસે જાફરભાઈની કારને ટકકર મારી ડ્રાઇવર નાસી છુટયો હતો.
આ ઘટના બાદ માધાપર પોલીસ ચોકી પહેલા લકઝરીને ઓવરટેક કરી ઉભી રાખી કારમાં થયેલ નુકશાનની વાતચીત કરવા જતા બસ ડ્રાઇવર તથા તેના સાથે રહેલા અન્ય ચાર પાંચ ઈસમોએ સામાજીક આગેવાનને મારા-મારી કરી તેમની દાઢી ખેચી ઉશ્કેરણી જનક ઉચ્ચારણો કરી માર મારી કચ્છની એકતા અને અખંડીતતાને તોડવા કોમી ઉન્માદ ફેલાય તેવો કૃત્ય આચરી એક સામાજીક આગેવાનની મોબલીંચીંગ કરી હતી.
આ ઘટના બાદ ભોગ બનનારે ભુજની જી. કે. જનરલ હોસ્પિટલ ભુજમાં સારવાર માટે દાખલ થઇ, હોસ્પિટલ ચોકી મધ્યે એમ. એલ. સી. દાખલ કરાવી હતી. આ ઘટનાને 24 કલાકથી ઉપર સમય થયો છતાં ફરિયાદ દાખલ થઈ નથી.
આવા આવારા તત્વોને લકઝરી માલિકની ભલામણથી છાવરનારા માધાપર ચોકીના જવાબદાર અધિકારીઓ વિરૂધ્ધ ખાતાકીય કાર્યવાહિ કરી ન્યાય અપાવવામાં આવે. અન્યથા કચ્છ મુસ્લિમ કુંભાર સમાજ દ્વારા નામદાર કોર્ટના દરવાજા ખખડાવવામાં આવશે એવી લેખિત ચીમકી અપાઈ હતી.

