Gujarat

જૂની પેન્શન યોજના માટે તમામ સંઘો અને સંગઠનો લડાયક મૂડમાં

જૂની પેન્શન યોજના અમલમાં મુકવા સહિતની માંગો સાથે 6.3.2024ના દિવસે મહાલડતના મંડાણના ભાગરૂપે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ ગુજરાત પ્રેરિત રાષ્ટ્રીય સંયુક્ત મોરચા ગુજરાત દ્વારા પેનડાઉન, ચોકડાઉન, અને ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો. 6 માર્ચના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના 8000 કર્મચારીઓ દ્વારા અનોખું વિરોધ પ્રદર્શન કરવા માટે મહામતદાન શરૂઆત થઈ છે.

મહામંથન માટે સુરેન્દ્રનગર જિલ્લાના 10 તાલુકાઓના તમામ શિક્ષકો જેની અંદર સરકારી માધ્યમિક શાળા, પ્રાથમિક શાળા, ગ્રાન્ટેડ શાળા તેમજ હાયર સેકન્ડરી શાળાઓના શિક્ષકો તેમજ કોલેજના અધ્યાપક મિત્રો આ ચૂંટણી કાર્યક્રમની અંદર જોડાયા હતા. સાથે સાથે અન્ય સરકારી વિભાગના કર્મચારી જીઇબી, એસટી, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, રેવન્યુ તલાટી મંત્રી,ભારતીય મજદૂર સંઘ વગેરે તમામ સરકારી સંવર્ગ ના કર્મચારીઓ દ્વારા મહાચૂંટણી કાર્યક્રમમાં ભાગ લેવા આવ્યા હતા. જેમાં 300 બુથો પર 76%જેટલા કર્મચારીઓએ છઠ્ઠી માર્ચના રોજ ચૂંટણી કાર્યક્રમની અંદર ભાગ લીધો હતો.

રાષ્ટ્રીય સંયુક્ત મોરચા ગુજરાત પ્રેરિત મહાચૂંટણીમાં તમામ તાલુકાની અંદર ફરતી મતપેટી દ્વારા કર્મચારીઓનો મત એકત્રિત કરીને જિલ્લાકક્ષાએ જમા કરી રાજ્યકક્ષાએ મોકલવામાં આવશે. શિક્ષકોના જૂની પેન્શન યોજના લાગુ કરવા સહીતન પડતર પ્રશ્નો અંગેના મતદાન અંગે મોરચાના સંયોજકે જણાવ્યું કે જિલ્લામાં 6560થી વધુ સરકારીકર્મીઓ મતદાન માટે જોડાયા છે.

આગામી લોકસભા ચૂંટણી પહેલા ઓપીએસ સહિત પ્રશ્નોના ઉકેલ માટે ગાંધીનગર 9માર્ચ કેસરિયા રંગે મહારેલીમાં જોડવા દરેક સરકારી કર્મચારીઓને અપીલ કરાઈ છે. આ ઉપરાંત ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ તથા સંયુક્ત કર્મચારી મહામંડળ તેમજ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના આદેશ અન્વયે મતદાન યોજાયુ હતુ.

આ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષ સંઘ સુરેન્દ્રનગરના પ્રમુખ દેવાભાઇ સભાડ, મહામંત્રી ગંભીરસિંહ બોરાણાએ જણાવ્યુ સુરેદ્રનગર જીલ્લાના તમામ 6000 શિક્ષકો, સીઆરસી, બીઆરસી આચાર્યઓ જિલ્લા પંચાયતના કર્મચારીઓ આરોગ્ય વિભાગ રેવન્યુ વિભાગ, તલાટી મંડળ હાઇસ્કૂલના તમામ શિક્ષકો એ પેન ડાઉન ચોક ડાઉન કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો. સરકારની ધમકીની પરવા કર્યા વિના તમામ મંડળોએ બહિષ્કાર કરેલ છે અને જો સરકાર કોઈ કર્મચારી ને હેરાન કરશે તો હવે પછી અચોક્કસ મુદતની હડતાળ પાડવામાં આવશે.