પાટણ
રાધનપુર
અનિલ રામાનુજ રાધનપુર
સાંતલપુરના સામુહિક આરોગ્ય કેન્દ્રને સુવિધાઓથી સજ્જ એમ્બ્યુલન્સ વાન (ફોર્સ મોટર્સ) ફાળવવામાં આવી
એસ્પીરેશન તાલુકા સાંતલપુરના એમ્બ્યુલન્સ થકી અંતરિયાળ વિસ્તારના લોકોને વધુ સારી આરોગ્ય સેવા મળી રહે તે માટે પ્રમુખ જિલ્લા પંચાયત,પાટણ હેતલબહેન ઠાકોર તથા જિલ્લા વિકાસ અધિકારી બી.એમ.પ્રજાપતિના વરદ હસ્તે જિલ્લા પંચાયત કચેરી પાટણ ખાતેથી એમ્બ્યુલન્સને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી અધિક્ષક, સામુહિક આરોગ્ય કેન્દ્ર સાંતલપુરને સોપવામાં આવી હતી.
સાંસદ સભ્ય જુગલસિંહ મથુરજી લોખંડવાલા (રા.સ) ની વર્ષ ૨૦૨૨-૨૩ આયોજનની ગ્રાન્ટની જોગવાઈમાંથી રૂપિયા ૧૮.૩૧ લાખની વિવિધ સુવિધા સજ્જ એમ્બ્યુલન્સ વાન (ફોર્સ મોટર્સ) એસ્પીરેશન તાલુકા સાંતલપુરના સામુહિક આરોગ્ય કેન્દ્ર સાંતલપુરને ફાળવવામાં આવી છે.
આ પ્રસંગે નાયબ જિલ્લા વિકાસ અધિકારી આર.કે.મકવાણા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી વિષ્ણુભાઈ પટેલ, જિલ્લા આયોજન અધિકારી અને બહોળી સંખ્યામાં અધિકારીઓ અને કર્મચારીઓ હાજર ઉપસ્થિત રહ્યા હતા.





