સમસ્ત વાણંદ સમાજ નું ગૌરવ વધારતો અમિત ચાવડા.
“પંખ હોને સે કુછ નહીં હોતા
હોશલો સે ઉડાન હોતી હે ”
મૂળ ધારી તાલુકાના પાણિયા દેવ ગામના અમિત ચાવડા ને બિઝનેસ મેનેજમેન્ટ તથા વૈશ્વિક શાંતિ માટે ધ અમેરીક્ન યુનિવર્સીટી – યુ. એસ. એ. દ્વારા ડોકટરેટ ની પદવી એનાયત થઇ.
તા. 9.11.2024 ના રોજ જંજીર હોટલ મુંબઈ ખાતે અમિત ચાવડા ને બિઝનેસ મેનેજમેન્ટ તથા વૈશ્વિક શાંતિ માટે ડોક્ટરેટ ની બે પદવી ઓ એનાયત કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું તેમજ 30.11.2024 ના રોજ એનાયત કરવામાં આવી હતી
અમિત ચાવડા ને ડોકટરેટ ની પદવી AUGP-USA ના ગવર્નસ અને સેનેટ સભ્યો ની વર્લ્ડ ગવનિંગ કાઉનશીલ ની ભલામણ પર પ્રા. ડો. કૃષ્ણન -વાઈસ ચાન્સલર AUGP તથા ડો. તાત્યાના કઝાકિસ્તાન ના સિનિયર વૈજ્ઞાનિક ના વરદ હસ્તે એનાયત કરવામાં આવેલ
અમિત ચાવડા ની સાડા ત્રણ વર્ષ ની સખત મહેનત તથા તેમની સુંદર કામગીરી ની નોંધ લઇ ધ અમેરિકન યુનિવર્સીટી યૂ. એસ. એ. દ્વારા ડોકટરેટ ની પદવી એનાયત કરવામાં આવેલ છે
હાલ અમિત ચાવડા અમદાવાદ પરીવાર સાથે નિવાસ કરે છે આ પદવી મળવા બદલ અમિત ચાવડા તેમના માતા પિતા ના આશીર્વાદ દ્વારા આ પદવી મળેલ છે તેમ જણાવ્યું હતું અમિત ચાવડા નું પરીવાર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું સમસ્ત વાણંદ સમાજ, ચાવડા પરીવાર, કુટુંબીજનો,મિત્ર મંડળ, સગા સબંધી, પત્રકારો તેમજ હિતેચ્છુઓ દ્વારા શુભેચ્છાઓનો ધોધ વહેવડાવવા મા આવેલ હતો સમસ્ત વાણંદ સમાજ ને સુરાપુરા શ્રી મકનબાપા સેવાધામ ભાયાવદર પરીવાર તરફ થી અમિત ચાવડા ને ખુબ ખુબ શુભકામના પાઠવવામા આવી હતી
રિપોર્ટર -કમલેશ રાવરાણી
સુલતાનપુર