Gujarat

ઉનાના આમોદ્રા ગામે કારડીયા રાજપૂત સમાજનો દસમો સમૂહ લગ્નોત્સવ સંપન…નવ દીકરીઓએ વેદોક્ત વિધિ અનુસાર પ્રભુતામાં પગલા માંડ્યા..

ઉનાનાં આમોદ્રા ગામે કારડીયા રાજપૂત સમાજ સમૂહ લગ્ન સમિતિના નેજા હેઠળ હાઈસ્કૂલનાં મેદાનમાં ભવ્ય સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગામની નવ દીકરીઓએ વેદોક્ત વિધિ અનુસાર પ્રભુતામાં પગલા માંડી દામ્પત્યજીવનમાં પદાર્પણ કરેલ હતું.
આ પ્રસંગે આયોજક સમિતિ અને જ્ઞાતિજનો એવમ દાતાઓ દ્વારા દરેક દીકરીઓને કરિયાવર સ્વરૂપે અનેક ચીજ વસ્તુઓ આપવામાં આવી હતી. આ આયોજક સમિતિ દ્વારા સમાજના દાતાઓનું સન્માન કરવામાં આવેલ હતું. આ પ્રસંગે ઉપસ્થિત સમાજના આગેવાનો તેમજ અન્ય આમંત્રિત મહેમાનો સહીત મળી કુલ બે હજાર ઉપરાંત લોકોએ ભોજનનો લાભ લીધો હતો. આ કાર્યક્રમની સુંદર સફળતા માટે સમાજનાં દરેક લોકો અને આયોજક સમિતિનાં સભ્યો એ જહેમત ઉઠાવી હતી.