Gujarat

વડીયા ગામની સીમમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો નંગ – ૩૭૫, કુલ કિં.રૂ.૧,૨૯,૮૩૪/- ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ

વડીયા ગામની સીમમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો નંગ – ૩૭૫, કુલ કિં.રૂ.૧,૨૯,૮૩૪/- ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ

ભાવનગર રેન્જ આઈ.જી.ગૌતમ પરમાર નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાંથી દારૂ- જુગારની બદી દુર કરવા પ્રોહી-જુગારના કેસો કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ નાઓએ અમરેલી જિલ્લામાથી દારૂની બદી દુર કરવા પ્રોહિબીશનના વેચાણ, સંગ્રહ અને હેરફેરની પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઈડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય,જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.એ.એમ.પટેલ નાઓની રાહબરી હેઠળ
એલ.સી.બી. ટીમ ગઇ કાલ તા.૦૪/૦૧/૨૦૨૪ ના રોજ વડીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન બાતમી રાહે હકીકત મળેલ કે, વડીયા ગામની સીમમાં જગદીશ બાબુભાઈ હરખાણીની વાડીએ આવેલ ગોડાઉનમાં હેરરાજ ઉર્ફે ભયલુ ભાભલુભાઈ વાળા એકબીજાના મીલાપીપણાથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો રાખી વેચાણ કરે છે, જે મળેલ બાતમી હકિકત આધારે રેઇડ કરતા એક ઇસમને ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો સાથે પકડી પાડી, પકડાયેલ આરોપી તથા સંડોવાયેલ આરોપી વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરી, પકડાયેલ આરોપી તથા મુદ્દામાલ આગળની કાર્યવાહી થવા વડીયા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.

*પકડાયેલ આરોપી:-*

હેમરાજ ઉર્ફે ભયલુ ભાભલુભાઈવાળા, ઉ.વ.૨૯, રહે.વડીયા, યાગત્રી પ્લોટ, તા.વડીયા, જિ.અમરેલી.

*પકડવાના બાકી આરોપી:-*

જગદીશ બાબુભાઈ હરખાણી, રહે. વડીયા, ભવાની ચોક, તા.વડીયા, જિ.અમરેલી.

*પકડાયેલ મુદ્દામાલઃ-*

(૧) ભારતીય બનાવટની વિદેશી દારૂની મેકડોવેલ્સ નંબર- ૧, ડીલક્ષ વ્હીસ્કી ઓરીજનલની ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ-૧૬૧ કિ.રૂ.૪૨, ૮૨૬/- તથા

(૨) ભારતીય બનાવટની વિદેશી દારૂની મેકડોવેલ્સ નંબર ૧ સેલીબ્રેશન ટ્રીપલ એકસ રમની ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ – ૨૪, કિ.રૂ. ૧૦,૬૮૦/- તથા

(૩) ભારતીય બનાવટની વિદેશી દારૂની ઓલ સીજન ગોલ્ડન કલેકશન રીર્ઝવ વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ – ૩૩, કિ.રૂ.૨૨, ૭૭૦/- તથા

(૪) ભારતીય બનાવટની વિદેશી દારૂની ગ્રીન લેબલ એકસપોર્ટ સ્પેશીયલ ધ રીચ બ્લેન્ડ વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ- ૫૬, કિ.રૂ.૨૫,૪૮૦/- તથા (૫) ભારતીય બનાવટની વિદેશી દારૂની રોયલ સ્ટેગ સુપેરીયર વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ – ૧૦૧, કિ.રૂ.૨૮,૦૭૮/- મળી કુલ બોટલ નંગ – ૩૭૫ કુલ કિ.રૂ.૧,૨૯, ૮૩૪/-નો મુદ્દામાલ.

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન

*હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.એ.એમ.પટેલ તથા પો.સ.ઈ. એમ.બી.ગોહિલ તથા એ.એસ.આઈ. મહેશભાઈ સરવૈયા, તથા હેડ કોન્સ. આદિત્યભાઈ બાબરીયા તથા પો.કોન્સ. ઉદયભાઈ મેણીયાદ્વારા કરવામાં આવેલ છે.

IMG-20240105-WA0054.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *