આમ ગણીએ તો સાંપ્રત ગ્લોબ વોર્મિંગે સમગ્ર હવામાનની પેટર્ન બદલી નાખી છે દિનપ્રતિદિન તાપમાનનો પારો ઊંચે ચડતો જોવા મળે છે. પશુ પક્ષી અને સમગ્ર માનવજાત આ અસહ્ય ગરમીથી ત્રાહીમામ પોકારી ગયા છે. જેનું મુખ્ય કારણ તો દિનપ્રતિદિન વૃક્ષોની ઘટતી સંખ્યા પણ ગણી શકાય. એવી પરિસ્થિતિમાં વ્યક્તિ વૃક્ષનું મહત્વ સમજે અને વધુ વધુમાં વૃક્ષ વાવે એવી પ્રેરણા સાવરકુંડલા શહેરના મહાલક્ષ્મી મંદિરના પૂજારી જનકભાઈ જોષી પાસેથી મેળવવી જોઈએ. વાત કરીએ જનકભાઈની તો જહાઁ ચાહ હૈ વહાઁ રાહ હૈ. ઉકતિને સાર્થક કરતો સાવરકુંડલાના વૃક્ષ પ્રેમી જનકભાઈ જોષી એક અદના આદમી છે સામાન્ય આવક સાથે જીવન વ્યતીત કરતાં આમ આદમી પણ પોતાને બાળપણથી જ વૃક્ષો વાવવા અને ઉછેરવાનો ગજબનો શોખ ધરાવતા જોવા મળે છે. તેના આ વૃક્ષ પ્રેમ ખાતર વ્યક્તિ શું કરી શકે તેની પ્રેરણા આપણે સૌએ જનકભાઈ જોષી જેવા પ્રકૃતિ પ્રેમી ઇન્સાન પાસેથી મેળવવી જોઈએ.

પોતે સામાન્ય આવકમાંથી પણ આ વૃક્ષ વાવવા માટે બચત કરતાં જોવા મળે છે. લગભગ ત્રણસો સાડા ત્રણસો રૂપિયા જેવી નાની રકમમાં પણ પોતાની સૂઝબૂઝથી વૃક્ષોના છોડ ખરીદી તેના સંરક્ષણ માટે કડિયા કામમાં વપરાતી વાંસની ખપાટો ખરીદી પોતે હૈયૈ હામ સાથે સાયકલ કે વ્હીકલ સાથે અહીં સાવરકુંડલાની સીમમાં નીકળી પડે છે અને સાદા ઓજાર દ્વારા ખાડા ખોદીને તેમાં એ છોડનું વાવેતર કરે છે. તેને ચારે ફરતી વાંસની ખપાટો સાથે પિંજરા ઉભા કરીને તેને નિયમિત પાણી પાતા પણ જોવા મળે છે.
આજે જ્યારે સરકાર પર્યાવરણના જતન માટે કરોડો રૂપિયા ખર્ચી રહી હોય ત્યારે આ જનકભાઈ જોષી જેવા વૃક્ષ પ્રેમી વ્યક્તિ પોતે એકલે પંડે અને ખૂબ ટાંચા સાધનો સાથે વૃક્ષો વાવે છે એ ખરેખર સમગ્ર સમાજને માટે પથ દર્શક ગણાય. વિશ્ર્વ આજે જ્યારે ગ્લોબલ વોર્મિંગથી પરેશાન હોય ત્યારે આ જનકભાઈનો પ્રયાસ પર્યાવરણ પ્રેમી માટે ખરેખર પ્રેરણાદાયી છે. આમ ગણીએ તો વૈશ્વિક તાપમાનને કંટ્રોલ કરવા અને આ ધરા પર શુધ્ધ પ્રાણવાયુનું સંતુલન જાળવવા માટે પણ વૃક્ષ વાવેતર અને ઉછેર ખૂબ જરૂરી છે. હવામાનની બદલતી પેટર્નને નાથવા માટે પણ જરૂરી છે. આપણે પણ આપણાં ઘર આસપાસ વૃક્ષો વાવી અને જનકભાઈના આ અભિયાનને વંગવંતુ બનાવવું જોઈએ