Gujarat

દાહોદ જિલ્લાનાના સર્વે તાલુકામાં સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત પશુ આરોગ્ય મેળાનું આયોજન કરાયું

દાહોદ જિલ્લાનાના સર્વે તાલુકામાં સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત પશુ આરોગ્ય મેળાનું આયોજન કરાયું

૨૧૧૫ પશુઓની રસીકરણ અને સારવાર કરાઇ

દાહોદ:-, દાહોદ જિલ્લામાં તમામ તાલુકા મથકે સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત પશુ આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કુલ ૨૧૧૫ પશુઓને રસીકરણ મેડીસીન સારવાર, ગાયનેક સર્જરી અને અને કૃમિનાશક દવાઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત સ્વછતા હી સેવા અભિયાન અંતર્ગત તાલુકા કક્ષાની પશુપાલનની સંસ્થાઓ ખાતે સ્વછતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. તેમજ પશુપાલકોને કિસાન ક્રેડિટ કાર્ડ/કે.સી.સી.ના ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું.તેમ નાયબ પશુપાલન નિયામક શ્રી ડો.કે.એલ.ગોસાઈ, જિલ્લા પંચાયત, દાહોદ દ્વારા જણાવાયું છે.

૦૦૦રિપોર્ટર :- ઝેની શેખ

IMG-20240920-WA0024-4.jpg IMG-20240920-WA0023-2.jpg IMG-20240920-WA0022-3.jpg IMG-20240920-WA0020-0.jpg IMG-20240920-WA0021-1.jpg