બોરસદ તાલુકાના ડભાસી ખાતે આવેલી પ્રાથમિક શાળામાં આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર વિદ્યાનગર ધ્વારા પોકસો એક્ટ વિશે વિદ્યાર્થીઓને જાગૃત કરતા કાર્યક્મનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ 6થી8ના વિદ્યાર્થીઓ સહભાગી થયા હતા. પ્રસ્તુત કાર્યક્રમમાં પોકસો એક્ટ ક્યારે અમલમાં આવ્યો? કેવા પ્રકારના કિસ્સામાં કઈ કલમ લાગુ પડે? સજાનુ પ્રાવધાન શું છે? ગુડ ટચ, બેડ ટચ કોને કહેવાય ? ,બાળકનુ આથૅિક, માનસિક અને શારીરિક શોષણ કઈ કઇ રીતે થાય છે જેવા અનેક મુદ્દાઓને આવરી લઇને બાળકોને માહીતગાર કરવામાં આવ્યા હતાં. તદ્ઉપરાંત પર્યાવરણ વિશે પણ બાળકોને સમજાવ્યા હતા. પ્લાસ્ટિક નાબૂદી, વિજળી અને પાણી બચાવવા માટે પણ આગ્રહ કરવામાં આવ્યો હતો. પ્રસ્તુત કાર્યક્રમમાં 136 વિદ્યાર્થી ભાઇ-બહેનો, શાળાના આચાર્યશ્રી, શિક્ષકગણ તથા આશાદીપ સંસ્થાના કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતા.

