રાણપુર શહેરમાં જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન દ્વારા ઈ.KYC કેમ્પ તેમજ મેડિકલ કેમ્પનું આયોજન કરાયું
ધારાસભ્ય કાળુભાઈ ડાભીના હસ્તે કેમ્પનો પ્રારંભ કરાવ્યો,જિલ્લા આરોગ્ય અધિકારી,મામલતદાર,TDO સહિતના અધિકારીઓ હાજર રહ્યા આગેવાનો હાજર રહ્યા
બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન કેશુભાઈ પંચાળાના કાર્યાલય ખાતે રેશનકાર્ડ ઈ.કે.વાય.સી., આધાર કાર્ડ અપડેટ, નવા આયુષ્માન કાર્ડ કાઢવા તેમજ મેડિકલ ને લગતા વિવિધ રોગોના નિદાન માટે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં ધંધુકા વિધાનસભાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી ના વરદ હસ્તે કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.આ કેમ્પમાં બોટાદ જિલ્લા આરોગ્ય અધિકારી ડો.બી.એ ધોળકિયા,રાણપુર તાલુકા મામલતદાર કે.બી.ગોહિલ, રાણપુર તાલુકા વિકાસ અધિકારી સી.સી. દવે, દેવરીયા ગ્રામ પંચાયતના સરપંચ પરેશભાઈ સલૈયા સહિતના અનેક અધિકારીઓ અને આગેવાનો આ કેમ્પમાં હાજર રહ્યા. ધારાસભ્ય કાળુભાઈ ડાભી અને બોટાદ જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન કેશુભાઈ પંચાળા એ ડાયાબિટીસ મપાવ્યું હતું.આ કેમ્પમાં આયુષ્માન કાર્ડ માટે 168 લોકોએ લાભ લીધો, આધારકાર્ડ અપડેટ માટે 46 લોકોએ લાભ લીધો,રેશનકાર્ડ ઈ.કેવાયસી માટે 132 લોકોએ લાભ લીધો અને એન.સી.ડી.નો 118 લોકોએ લાભ લીધો હતો.કુલ-464 લોકે આ કેમ્પ નો લાભ લીધો હતો. જ્યારે આ કેમ્પમાં રાણપુર શહેરના આગેવાનો રાણપુર તાલુકાના આગેવાનો તેમજ ગામલોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા..
તસવીર:વિપુલ લુહાર,રાણપુર



