Gujarat

ખાવડાથી 34 કિમી દૂર ભારત-પાક.સરહદે પરોઢે 4.45 મિનિટે 2.6ની તિવ્રતા ધરાવતો ભૂકંપનો આંચકો નોંધાયો

કચ્છમાં ભૂગર્ભિય સલવળાટના કારણે ભૂકંપના આફ્ટર શોકનો દોર આજ દિન સુધી યથાવત રહ્યો છે. છેલ્લા પાંચ દીવસમાં આજે ત્રીજી વખત ધરા ધ્રુજવાની ઘટના ગાંધીનગર સ્થિત સિસમોલોજી રિસર્ચ કચેરી ખાતે નોંધાઈ છે.

આજે સોમવારના પરોઢિયે 4.45 મિનિટે ભુજના દુર્ગમ ખાવડાથી 34 કિલોમીટર દૂર ઉત્તર પશ્વિમ દિશાએ ભારત- પાકિસ્તાન સરહદે કેન્દ્રબિંદુ ધરાવતો લઘુ કક્ષાનો 2.6ની તિવ્રતાનો આંચકો નોંધાયો હતો.

સપ્તાહ દરમિયાન આવેલા આફ્ટર શોક પર નજર કરીએ તો ગત શુકવાર તા.6ના ભચાઉથી 16 કિમી દૂર ખારોઇ નજીક બપોરે 12.10 મિનિટે 3.1ની તિવ્રતાનો આફ્ટર શોક નોંધાયો હતો, જ્યારે તા. 3 જુલાઈના રણ કાંધીએ આવેલા નેર બંધડી વચ્ચેના વિસ્તારમાં 3ની તિવ્રતા ધરાવતો આંચકો નોંધાયો હતો. જ્યારે આજે વાગડ ફોલ્ટ લાઈન સિવાય આંતરરાષ્ટ્રીય સરહદે ભૂકંપનો લઘુતમ સ્તરનો આંચકો નોંધાયો છે.