પ્રાપ્ત માહિતી અનુસાર છોટાઉદેપુર તાલુકાના દડીગામમાં વન્ય પ્રાણી રીંછે હુમલો કર્યાની ઘટના સામે છે.. એક બાળકી સહિત ત્રણ લોકો ઉપર રીંછે હુમલો કર્યો હતો. વહેલી સવારે સિંધી વીણવા ગયેલ 9 વર્ષીય શર્મિલા ગોવિંદ રાઠવાના કેડના ભાગે પણ બચકા ભર્યા હતા.. ત્યાર બાદ ઘર આંગણે દાતણ કરતા આધેડ ચમાયડા રાઠવા ઉપર પણ હુમલો કર્યો હતો.. ચમાયડા રાઠવા ઉપર હુમલો કર્યાબાદ રીંછ કૂવામાં ખાબક્યો હતો..
વન વિભાગે કુવામાંથી બહાર કાઢ્યા બાદ અન્ય એક વ્યક્તિ રેવજી નાયક ઉપર હુમલો કરતા આંગળીઓમાં ઇજા થઇ હતી.. ત્રણેય ઇજાગ્રસ્તોને છોટાઉદેપુરની જનરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા.
હુમલા બાદ નજીકની ઝાડીઓમાં ભરાઈ જતા વન વિભાગે વિસ્તારને કોર્ડન પણ કર્યું હતું.. રીંછને પાંજરે પુરવા વન વિભાગે કવાયત પણ હાથ ધરી હતી.. DCF સહિતના અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પોહચ્યા હતા.

