મોટા રામપર ગામથી સરપડદ તરફ જવાના પુલ પર જે વાયબ્રેટ માટે મુકેલ લોખંડની પટ્ટી બહાર નીકળી જતા ઘણીબધી ગાડીના ટાયર ફાટી ગયેલા તેમજ ટુ વ્હીલર પણ કેટલાય સ્લીપ થઈ ગયેલ આ પટી થી કેટલાય વાહનોમાં નુકસાન થયેલ છે જો આનું વહેલામાં વહેલી તકે સમારકામ કરવામાં નહિ આવે તો કેટલાય વાહનોમાં નુકસાન પણ પહોંચી શકે આનું વહેલામાં વહેલી તકે રિપેરિંગ થાય એવી વાહન ચાલકોની માંગ છે
આ એક વખત નહિ અનેક વખત આવા બનાવ બનેલ છે રીપેરીંગ કરવા આવે તો જેવું તેવું રીપેર કરીને નિકળી જાય છે અને પુલ પર રોડ બનાવે તો પણ જેવો તેવો બનાવી નાખે છે આ પટ્ટનું સમારકામ નહિ થાય તો બીજી નુકસાની પણ પહોંચી શકે છે બીજી બાજુની તરફથી પુલ તૂટવા લાગ્યો છે
રિપોર્ટર – નિખીલ ભોજાણી

