Entertainment

VFX સંબંધિત કારણોસર મુલતવી રાખેલી ફિલ્મને લઈને ૧૨ વર્ષ બાદ સામે આવ્યું અપડેટ

ગયા વર્ષે સલમાન ખાનની ફિલ્મ ‘ટાઈગર ૩’ને દર્શકોનો સારો પ્રતિસાદ મળ્યો હતો. આ વર્ષે પણ સલમાન ખાન પાસે મોટા પ્રોજેક્ટ છે. આ સાથે સલમાન ખાનના ચાહકો માટે એક સરપ્રાઈઝ પણ છે, જે ખાનબંધુ સોહેલ ખાન આપવા જઈ રહ્યા છે. સોહેલ ખાને તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તે સલમાન ખાન સ્ટારર ‘શેરખાન’માં ફરી કામ કરવા જઈ રહ્યો છે જે ૨૦૧૨માં રિલીઝ થવાની હતી. સોહેલ ખાને જણાવ્યું હતું કે આટલા વર્ષોથી બંધ રહેલી ફિલ્મ પર હવે ટૂંક સમયમાં કામ ફરી શરુ કરવામાં આવશે.

ફહ્લઠ સંબંધિત કેટલાક કારણોસર તે મુલતવી રાખવામાં આવ્યું હતું. હવે આ ફિલ્મને લઈને ૧૨ વર્ષ બાદ એક નવું અપડેટ આવ્યું છે. સોહેલે કહ્યું કે તે આવતા વર્ષે આ ફિલ્મ પર કામ શરૂ કરશે. સોહેલ ખાને કહ્યું કે તે આવતા વર્ષ સુધીમાં આ ફિલ્મને ફ્લોર પર લાવવાની યોજના બનાવી રહ્યા છે. તે આ ફિલ્મ પર વર્ષ ૨૦૨૫માં કામ શરૂ કરશે અને તેને નવી અને અપડેટેડ ટેક્નોલોજીથી બનાવશે. આમાં સલમાન ખાન સાથે કપિલ શર્મા પણ જાેવા મળી શકે છે. સોહેલ ખાને જ્યારે ફિલ્મની જાહેરાત કરી હતી ત્યારે તેણે કપિલ શર્માને કાસ્ટ કરવાની વાત પણ કરી હતી.

એક મીડિયા સાથે વાત કરતા સોહેલે કહ્યું, જ્યાં વીએફએક્સને લઈને ટેક્નોલોજી ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે. દર વખતે અમે શેરખાનની સ્ક્રિપ્ટ ફાઈનલ કરી લેતા. હું આગામી માર્વેલ મૂવી જાેઈશ અને તે મને અહેસાસ કરાવશે કે હું કેટલો પાછળ હતો. હું જાણું છું કે હું એક ફિલ્મ બનાવીશ અને જ્યારે તે રિલીઝ થશે ત્યાં સુધીમાં તે બહુ જૂનો કોન્સેપ્ટ લાગશે. જેને લઈને વિલંબ થયો હતો. જાે કે આ સમયમાં સોહેલે હોલીવુડની સુપરહીરો ફિલ્મ પાછળની ફોર્મ્યુલા તોડી નાખી છે. સોહેલે કહ્યું, હું સમજી ગયો છું કે મારે આજના વિશે નહીં પણ ભવિષ્ય વિશે વિચારવું છે. માર્વેલ અને ડીસી ફિલ્મોમાં પણ આવું જ કંઈક થાય છે. આ કારણોસર તેની સ્ક્રિપ્ટ નવી ટેક્નોલોજી સાથે મેળ ખાતી નથી.

File-01-Page-11.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *