છોટાઉદેપુર શહેરની એસ.એફ હાઈસ્કુલમાં આજરોજ ૯ થી ૧૨ના વિદ્યાર્થીઓ દ્વારા આનંદ મેળો અને સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું જિલ્લા શિક્ષણાધિકારી અધિકારી આનંદ પરમાર,જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્ય મુકેશભાઈ પટેલ, SF હાઇસ્કુલના આચાર્ય હિતેશભાઈ ચૌહાણ સહિતનામાં મહાનુભાવોના હસ્તે રીબીન કાપીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.જેમાં શાળા વ્યવસ્થાપન સમિતિ દ્વારા ૨૫ જેટલા વિવિધ સ્ટોલ બનાવી આપવામાં આવ્યા હતા, અને ૬૦ થી ૭૦ અલગ અલગ વાનગીઓ બનાવી હતી. આ મેળામાં વિદ્યાર્થીઓના વાલીઓ, શહેરીજનો, શિક્ષણ સાથે સંકળાયેલા નાગરિકો, શિક્ષકો, શાળા પરિવારના લોકો વગેરે આ મેળામાં જોડાઈને ખાવાની વાનગીઓની લિજ્જત માણી હતી. આનંદ મેળામાં ચાટ મસાલા, પાણીપુરી, દહીં કચોરી, સેવ ઉસળ, ભેળ, ખીચું જેવી અવનવી ચટપટી વાનગીઓ બનાવવામાં આવી સ્ટોલમાં પીરસવામાં આવી હતી.

