Gujarat

જેસર રોડ ગુરુકુલમાં  બાલમંદિરનાં ભૂલકાઓ માટે  આનંદબાગને ખુલ્લો મુકાયો

     સાવરકુંડલાના જેસર રોડ ગુરુકુલમાં બાલમંદિર નાં ભૂલકાઓ માટે અઘતન સાધનો દ્વારા આનંદ બાગનું ઉદઘાટન સંસ્થાનાં વરિષ્ઠ સંત પ. પ્. હરિહર સ્વામી તેમજ સંસ્થા નાં ટ્રસ્ટી શ્રી ઘનશ્યામભાઇ કણકોટીયા નાં વરદ હસ્તે કરવામાં આવેલ . આ કાર્યક્રમ દરમિયાન સંસ્થાનાં વડા પૂ. ભગવત સ્વામી, કોઠારી અક્ષર મુક્ત સ્વામી, સાવરકુંડલા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી જીવનભાઈ વેકરિયા ગુરુકુલ શાળાઓ નાં વિવિધ આચાર્યો શ્રી દિપેશ ભાઈ પંડ્યા, શ્રી હરેશભાઈ મહેતા, કમલેશભાઈ ચુડાસમા અર્ચનાબેન , વૈશાલીબેન તથા વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. સાથોસાથ ગુરુપૂર્ણિમા નિમિત્તે ગુરુઓનું પૂજન કરવામાં આવેલ, બાલમંદિરનાં વિધાર્થીઓએ સરસ મજાની સાંસ્કૃતિક કૃતિ રજુ કરી જ્યારે માધ્યમિક શાળાનાં વિધાર્થીઓ દ્વારા ગુરૂપૂજનની કૃતિ રજુ કરવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમ માટે શાળાના તમામ સ્ટાફે જહેમત ઊઠાવી હતી. આચાર્ય શ્રી વ્યાસ સાહેબે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું અને કાર્યક્રમનું સંચાલન કૌશિકભાઈ દ્રારા કરવામાં આવેલ.