Gujarat

આનંદો !*  જામકંડોરણા ધોરાજી ઉપલેટા ભાયાવદર અને વીરપુર પોલીસ સ્ટેશન ખાતે જુના વાહનો અને ભંગાર ની જાહેર હરાજી થવાની છે 

આપણે અનેક પોલીસ સ્ટેશનમાં હજારોની સંખ્યામાં જપ્ત થયેલા વાહનો સડતા જોયા હશે, પરંતુ હવે આગામી સમયમાં આ પ્રકારના દ્રશ્યો કદાચ નહીં દેખાય. સરકારે નિર્ણય લીધો છે કે દારૂની ખેપમાં ઝડપાયેલા વાહનો બીન વારસી વાહનોની ની હરાજી કરીને તેમાંથી ઉભા થયેલા રૂપિયાનો સદુપયોગ કરવામાં આવે. ત્યારે આ અંગે ની જામકંડોરણા પોલીસ સ્ટેશનમાં થી મળતી માહિતી મુજબ જામકંડોરણા પોલીસ સ્ટેશન, ધોરાજી સીટી પોલીસ સ્ટેશન, ઉપલેટા પોલીસ સ્ટેશન ભાયાવદર પોલીસ સ્ટેશન તથા વિરપુર પોલીસ સ્ટેશન એમ.વી એક્ટ ૨૦૭ તેમજ બીન વારસી કબ્જે લીધેલા જી.પી એક્ટ ૮૨ (૨),તથા સી.આર.પી.સી કલમ ૧૦૨ મુજબ કબ્જે લીધેલા વાહનોની જાહેર હરાજી તા.૧૫/૧૧/૨૦૨૪ ના રોજ બપોરે  ૧૧વાગ્યે ઉપરોક્ત તમામ પોલીસ સ્ટેશન ખુલ્લા મેદાનમાં જાહેર હરાજી રાખવા આવેલી છે આથી ભંગાર ના વેપારીઓ જુના વાહનો ખરીદવામાં રસ ધરાવતા વેપારીઓ હરાજી ના આગલા દિવસે  તા ૧૪/૧૧/૨૪ના રોજ ધોરાજી સીટી પોલીસ સ્ટેશન ખાતે  ૨૫ હજાર ડીપોજીટ  ઉપલેટા પોલીસ સ્ટેશન ૫૦ હજાર  ડીપોજીટ વિરપુર પોલીસ સ્ટેશન ખાતે ૨૫ હજાર જ્યારે જામકંડોરણા પોલીસ સ્ટેશન અને ભાયાવદર પોલીસ સ્ટેશન ખાતે ૨૦  હજાર ડીપોજીટ જાહેર હરાજી ના આગલા દિવસે કચેરી ના સમય દરમ્યાન ભરવાની રહેશે ત્યારે બાદ જ જાહેર હરાજીની બોલી માં ભાગ લઈ શકશે અને આ હરાજી નો માલ જે સ્થીતી માં હશે તે સ્થિતિમાં સુપ્રત કરવામાં આવશે હરાજી પુર્ણ થયા બાદ સૌથી ઉંચી બોલી બોલનાર વેપારીની માંગણી મુજબ સૌથી વધુ બોલી બોલનાર વેપારી પાસેથી સ્થળ પર જ ૫૦% રકમ તથા લાગું પડતાં ટેક્ષ રકમ ભરપાઈ કરવા ની રહેશે  તેમજ જાહેર હરાજી ની શરતો હરાજી ના સમયે વાંચી સંભળાવવા આવશે આ જાહેર હરાજી માં ભાગ લેનાર તમામ વેપારીઓએ પોતાની પેઢી ની જીએસટી સર્ટિફિકેટ ની પ્રમાણિત નકલ , પાનકાર્ડ ની પ્રમાણિત નકલ અને આધારકાર્ડ ની પ્રમાણિત નકલ રજુ કરવાની રહેશે
અહેવાલ અતુલ લશ્કરી જામકંડોરણા