સાવરકુંડલા શહેરમાં જેસર રોડ ગુરુકુળ બન્યું કૃષ્ણમય ગુરુકુળમાં ખૂબ જ અનેરો કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો જેમાં નાના નાના બાળકોએ ખૂબ જ સુંદર મટુકીઓ શણગારી તેમજ વાંસળીઓ સુશોભન કરી આ એક અનેરી સ્પર્ધાનું આયોજન કરેલ સાથે સાથે દરેક ધોરણના બાળકોએ સુંદર નાટકો, નૃત્ય, રાસ વગેરે સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો તેમજ ખૂબ જ સુંદર મહાનગરો જેવી મટુકી ફોડનો કાર્યક્રમ પણ થયો તેમજ નાના નાના બાળ કૃષ્ણની સાથે સંસ્થાના કોઠારી સ્વામી શ્રી અક્ષરમુક્ત દાસજી સ્વામીએ તેમજ શાળાના આચાર્ય શ્રી વ્યાસ સાહેબે કેક કાપી કૃષ્ણ જન્મોત્સવ ઉજવ્યો તેમજ બાળ ગોપાલને સુંદર પારણું બનાવી અને ઝુલાવાનો લાભ પણ તમામે લીધો તેમજ તમામ બાળકોએ રાસ લઈ અને નંદ ઘેર આનંદ ભયોના નાદ સાથે અનેરો આનંદ માણ્યો આ પ્રસંગને સંસ્થાના પ્રમુખ શ્રી હરિપ્રસાદદાસજી સ્વામી કે જે અમેરિકાથી ભારતની ધરતી પર આવતાની સાથે જ પોતાની સંસ્થાના બાળકોના આવા સુંદર આયોજનથી પ્રભાવિત થઈ હૃદયથી રાજીપો વ્યક્ત કર્યો અને સંસ્કૃતિ જતનનું આ શ્રેષ્ઠ કાર્ય ગણાવ્યું તેમ જ સંસ્થાના વરિષ્ઠ સંત ભગવત પ્રસાદદાસજી સ્વામી તેમજ ટ્રસ્ટીશ્રીઓએ પણ આ કાર્યક્રમને બિરદાવ્યો માત્ર ગુરુકુળમાં જ નહીં પરંતુ આસપાસના વિસ્તારમાં પણ જાણે ગોકુળમાં જન્માષ્ટમી ઉજવાય રહી હોય એવું વાતાવરણ ખડું થયેલું જોવા મળ્યું હતું.
બિપીન પાંધી

