Gujarat

રમાં ટાવર ઊભો કરવાની પંચાયતે મંજૂરી આપતા સ્થાનિકોમાં રોષ 

મહિલાઓ સહિત સ્થાનિક લોકોએ સ્થળ પર જઈ કામગીરી અટકાવી
જુનાગઢ જિલ્લાનાં વંથલી નાં  ઝાપોદડ ગામે આજે મોબાઇલ ટાવરની કામગીરીને લઈ વિવાદ સર્જાયો હતો.જૂના ગામતળમાં આશરે  150 રહેણાક મકાનો આવેલ હોય તેવી જગ્યાની વચ્ચે ગ્રામ પંચાયત દ્વારા ખાનગી જગ્યામાં ટાવર ઊભો કરવાની મંજૂરી આપી દેતા સ્થાનિકોમાં ભારે રોષ ભભૂકી ઉઠયો હતો.ત્યારે આજરોજ મોબાઇલ ટાવર ની કામગીરી શરૂ કરવામાં આવતા સ્થાનિક મહિલાઓ સહિત નગરજનોએ વિવાદ વાળી જગ્યા પર જઈ ભારે રોષ વ્યક્ત કરી કામગીરી અટકાવવામાં આવી હતી.
વધુમાં સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે વહીવટી તંત્ર ને પણ અનેક વખત રજૂઆત કરવામાં આવી છે .પરંતુ તંત્ર દ્વારા પણ કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલ નથી.આવનાર દિવસોમાં આ જગ્યા પર ટાવર ઊભો કરવામાં આવશે તો મહિલાઓ દ્વારા ઉગ્ર આંદોલન ની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

IMG_20240102_204035-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *