Gujarat

દ્વારકા જિલ્લાના ખંભાળિયાના વતની અનિરુદ્ધસિંહ સોઢાએ S.V.I.M. સાથે માઉન્ટ લેંગડીઝોંગ 5200 મીટર ઊંચું શિખર સર કરી તિરંગો લહેરાવ્યો

મૂળ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા ગામના વતની અને હાલ જામનગર નિવાસી સોઢા અનિરુદ્ધસિંહે સ્વામી વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટ ઑફ માઉન્ટેનરીંગ માઉન્ટ આબુ ખાતે 1 મહિનાની કોચિંગ બાદ હિમાલય એક્સપિડીશન માટે એક્ઝામ આપી હતી. જેમાં ક્વોલિફાઇડ થયા બાદ ગુજરાતના 10 લોકોની પસંદગી થઈ હતી.

જેટીમ S.V.I.M. સાથે હિમાલયની ગિરિમાળા પર આવેલ 5200 મીટર હાઈટ પર આવેલ માઉન્ટ લેંગડીઝોંગ શિખર સર કરી ભારતનો તિરંગો લહેરાવ્યો હતો.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, માઉન્ટેનિંગ દરમિયાન વાતાવરણીય દબાણ, વરસાદ, પવન, સ્નો ફોલ, ઓક્સિજનની કમી વગેરે જેવા ખતરાઓનો સામનો કરવો પડે, જે માટે અગાઉથી તેની તાલીમ આપવામાં આવે છે. મૂળ દેવભૂમિ દ્વારકા જિલ્લાના આ યુવાને ખતરાઓનો સામનો કરી આટલી ઉંચાઈ પર પહોંચી દેવભૂમિ દ્વારકા જિલ્લાનું નામ રોશન કર્યું છે.