Gujarat

અંજાર પોલીસે ખેડોઈ સીમમાંથી રૂ 45.53 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો, 3 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ

અંજાર તાલુકાના ખેડોઇ ગામના સિમ વિસ્તારમાં પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને રૂ. 45 લાખ 53 હજાર 532ની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. પોલીસે આ દરોડામાં રૂ.20 લાખનું ટ્રેલર અને રૂ.1લાખની કિંમતની બે મોટર સાયકલ સહિત કુલ રૂ. 65.53 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે આ મામલે દારૂ મંગાવનાર સહિત ત્રણ આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

પશ્વિમ કચ્છ પોલીસવડા સાગર બાગમાર અને અંજાર નાયબ પોલીસવડા એમપી ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીઆઇ એ.આર.ગોહીલની રાહબરી હેઠળ પોલીસ સ્ટેશન વિસ્તારમા ચાલતી પ્રોહિબિશનની પ્રવુતિ કરતા ઇસમો ૫૨ સ્ટાફના માણસો તથા ખાનગી બાતમીદારો મારફતે સતત વોચ રાખી હતી તે દરમ્યાન મળેલી ચોક્કસ બાતમીના આધારે ખેડોઈ સીમ વિસ્તારમાં આવેલા ખંભરા ચંદીયા રોડ ઉપર કુલદિપસિંહ નરપતસિંહ જાડેજાની ઓમ ફાર્મ વાડીએ ટ્રેલર રજી.નં.RJ 23 GA 3491 વાળામાં ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો મળી આવ્યો હતો. વિવિધ બ્રાન્ડની દારૂની બોટલો તથા બિયર ભરેલા ટ્રેલર તથા તેમા ભરેલ પ્લાસ્ટીકની બોરીઓ અને બે બાઇકને પકડી મુદ્દામાલ કબ્જે લીધો હતો.

અકબત આ દરોડામાં આરોપીઓ હાથ લાગ્યા ના હતા. પોલીસે આરોપી(1) કુલદિપસિંહ નરપતસિંહ જાડેજા, (2) કુલદિપસિંહ ભ૨તસિંહ સરવૈયા અને (3) શક્તિસિંહ ભરતસિંહ સરવૈયા (લીસ્ટેડ બુટલેગ૨) ૨હે ત્રણેય સામે પ્રોહિબિશનની ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.