Gujarat

ભચાઉ લોહાણા મહાજન દ્વારા અન્નકૂટ દર્શન કરાયા, વાગડના રાપર સહિત અન્ય દેવસ્થાનોમાં પણ આયોજન કરાયું

વિક્રમ સવંત નવા વર્ષના પ્રારંભે કચ્છ ભરના યાત્રાધામો અને દેવસ્થાનોએ આજે મંદિર આયોજકો દ્વારા દેવ મૂર્તિઓ સન્મુખ 56 ભોગના વિવિધ વ્યાજનો ધરાવી ભાવિકો માટે અન્નકૂટ દર્શન યોજાયા હતા. જે પ્રમાણે વાગડ વિસ્તારના ભચાઉ, રાપર અને તાલુકામાં વિવિધ દેવ મંદિરે અન્નકૂટ ભોગ ધરવાયા હતા.

ભચાઉ લોહાણા મહાજન દ્વારા જ્ઞાતિના દરિયસ્થાન મંદિર ખાતે રામ લાલાની મૂર્તિ સન્મુખ ભાતભાતના વ્યાજનો ધરાવી અન્નકૂટ દર્શન ખુલ્લા મુકાયા હતા. આ પૂર્વે સવારે જ્ઞાતિના ભાઈ બહેનોનું સ્નેહ મિલન યોજાયું હતું.

આ પ્રસંગે મહાજન પ્રમુખ નરેન્દ્ર વસંતલાલ કોટક, સંચાલન બિપિન સોમેશ્વરે કર્યું હતું. મહાજનના પૂર્વ પ્રમુખ ભરત છગનલાલ ઠકકર, ઇશ્વલાલ પુજારા, અંબાલાલ ઠકકર, પત્રકાર મનસુખલાલ ઠકકર, રાજુ કાથરાની, હરિલાલ સી ઠકકર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.