નાની હરવાંટ દુધ ઉત્પાદક સહકારી મંડળ છોટાઉદેપુરની વર્ષ ૨૦૨૩-૨૪ની વાર્ષિક સાધારણ સભા નાની હરવાંટ દુધ મંડળીના પ્રમુખ સૈયદ નાજીમુદ્દીનની અઘ્યક્ષતામાં યોજાઈ હતી. જેમાં નાની હરવાંટ દુધ મંડળીના પ્રમુખ સૈયદ નાજીમુદ્દીન સમસુદ્દીન, મંત્રી અભેસિંહ રાયસિંહ ચૌહાણ તેમજ નાની હરવાંટ, મોટી હરવાંટ, બોપા, ચોકડી અને મોટી અમરોલ ગામના મોટી સંખ્યામાં સભાસદો હાજર રહ્યા હતા.

આ વાર્ષિક સાધારણ સભામાં દરેક સભાસદને ૨૦% લેખે કુલ રૂા.૩૧,૫૨,૩૫૬/-રૂપિયા એકત્રીસ લાખ બાવન હજાર ત્રણસો છપ્પન પુરા) બોનસ (મંડળી/સંઘ ભાવ ફેર)ચુકવવાનું નકકી કરવામાં આવ્યું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

