આઇ.જી.શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ છોટાઉદેપુર જિલ્લામાં પ્રોહી/જુગારની પ્રવુતિ સદંતર રીતે નેસ્તનાબુદ કરવા જીલ્લાના તમામ થાણા અમલદારશ્રીઓને પ્રોહીની ગેર કાયદેસરની પ્રવ્રુતિ /હેરાફેરી કરતા ઈસમો ઉપર વોંચ રાખી અસામાજીક પ્રવ્રુતિ સદંતર રીતે નેસ્તનાબુદ થાય તે રીતેની કાર્યવાહી કરવા જરૂરી સુચનાઓ આપવામાં આવેલ. જે આઘારે શ્રી ગૌરવ અગ્રવાલ મે.મદદનીશ પોલીસ અઘિક્ષક બોડેલી ડીવીઝન બોડેલી તથા એસ.ડી.કલારા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર છોટાઉદેપુર સર્કલ તથા એમ.બી.સોલંકી પોલીસ સબ ઇન્સ્પેક્ટર જેતપુર પાવી પોલીસ સ્ટેશન નાઓના સુપર વિઝન હેઠળ જીલ્લામા ચાલતી ગે.કા. પ્રોહી/જુગારની અસામાજીક પ્રવૃતી નેસ્ત નાબુદ કરવા કડક હાથે કામ લેવાની ઝુંબેશ અન્વયે જેતપુર પાવી પોલીસ સ્ટેશનના એમ.બી.સોલંકી પોલીસ સબ ઈન્સ્પેકટર તથા પોલીસ સ્ટાફ સાથે જેતપુર પાવી પોલીસ સ્ટેશન હદ વિસ્તારના વડા તલાવ ગામે પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન એક તુફાન ગાડી કલારાણી રંગલી ચોકડી તરફથી નંબર વગરની શંકાસ્પદ રીતે આવતા સદર તુફાન ગાડીનો પીછો કરતા તેમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો નંગ- ૯૨૦ કિ.રૂ.૧,૮૯,૭૪૦/- નો પ્રોહી મુદામાલ તથા પ્રોહી હેરાફેરીમા ઉપયોગ લીધેલ તુફાન ગાડી નંબર વગરની જેની કિ રૂ.૪,૦૦,૦૦૦/- કાયદાના સંધર્ષમા આવેલ કિશોરના કબજામાથી મળેલ મોબાઈલ નંગ-૦૧ કિ રૂ.૫૦૦૦/- મળી કુલ કિ.રૂ. ૫,૯૪,૭૪૦/- નો પ્રોહી મુદ્દામાલ કબજે કરવામા આવ્યો. આમ જેતપુર પાવી પોલીસ દ્રારા ગણનાપાત્ર કેસ કરવામા સફળતા મળેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

