દિનદયાલ પોર્ટ ઓથોરિટી, કંડલામાં દશકાઓથી ઉભા થયેલા દબાણોને હટાવવા તંત્રએ હરકતમાં આવીને બે દિવસ પહેલા આ અભીયાન આદર્યુ હતું, જે ગતરોજ પણ ચાલુ રહેવા પામ્યું હતું.
બીજા દિવસે 60 જેટલા દબાણો તોડી પડાયા હતા. દેશના નંબર 1 મેજર પોર્ટ તરીકે 16 વર્ષથી લાગલગાટ ભુમીકા ભજવનાર અને હાલ નંબર 2 તરીકે પોતાની કાર્યદક્ષતાને દાખવનાર દીનદયાલ પોર્ટ ઓથોરિટી, કંડલાની આસપાસ વસેલા દબાણો પર આખરે કાર્યવાહી આદરાઈ હતી.
વિરોધ વચ્ચે બે દિવસ પહેલા ડીપીએ, પોલીસ અને સીઆઈએસએફની સુરક્ષા વચ્ચે અહી વસેલા તમામ ઝુપડાઓને તોડી પડાયા હતા. જે ઝુપડાઓ પ્રથમ દિવસે તોડી પડાયા તેનો આંકડો 600ને પાર થતો હતો, તો બીજા દિવસે વધુ બાકી રહી ગયેલા 60 ઝુપડાને તોડી પડાયા હતા.
પોલીસ પ્રશાસન કહી ચુક્યુ છે કે મહતમ ચોરી ચપાટીના બનાવોમાં આજ વિસ્તારના લોકોની સંડોવણી બહાર આવતી હતી, ત્યારે કોસ્ટલ સીક્યોરીટીને ધ્યાનમા રાખીને આ કામગીરી અત્યંત જરૂરી બની હતી. પોર્ટ પ્રશાસન આ વખતે પાછુ વળવાની કોઇ ઈચ્છા નથી રાખતું ત્યારે વિપક્ષ દ્વારા આ પગલાનો વિરોધ કરાઈ રહ્યો છે.

