પાટણ
રાધનપુર
અનિલ રામાનુજ રાધનપુર
પાટણ જિલ્લામાં ફરી વધુ એક નકલી ડોક્ટર ઝડપાયો:
હારીજ તાલુકાના કાતરા ગામમાં ડિગ્રી વગર લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો ડોક્ટર પોલીસે ઉઠાવ્યો, ઓલોપેથીક દવાઓ અને મેડીકલ સાધનોનો મુદ્દામાલ જપ્ત કરાયો..
ઓલોપેથીક દવાઓ, ઈન્જેકશનો તથા મેડીકલ સાધનો મળી કિ.રૂ.5641.48 ના મુદ્દામાલ સાથે પકડી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી…
પાટણ જિલ્લામાં બોગસ તબીબો નો રાફડો ફાટ્યો છે. ત્યારે જિલ્લામાં ફરી વધુ એક નકલી ડોક્ટર ઝડપાયો હતો.પાટણ એસ.ઓ.જી પોલીસે હારીજ તાલુકાના કાતરા ગામના બસ સ્ટેશન પાસે એક ઓરડી જેવા મકાનમાં કોઈપણ જાતના ડિગ્રી કે સર્ટિફિકેટ વગર એલોપેથીક દવા તથા ઇન્જેક્શન આપી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો નકલી તબીબ બનેલ ડોકટર અજિત સાબીર તુવર નામના ઇસમ ને પકડી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.તેમજ દવાખાના માંથી ઓલોપેથીક દવાઓ, ઈન્જેકશનો તથા મેડીકલ સાધનો મળી કિ.રૂ.5641.48 ના મુદ્દામાલ સાથે પકડી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પાટણ જિલ્લાના હારીજ તાલુકા ના કાતરા ગામના બસ સ્ટેશન પાસેની ઓરડી માં અજિત સાબીર તુવર મુજપુરવાળો ઈસમ કોઇપણ જાતના મેડીકલ ડીગ્રી કે સર્ટીફીકેટ વગર ડોકટર તરીકેનું રૂપ ધારણ કરી અને બીમાર લોકોને તપાસી હાડવેદના પાટાપીંડી તથા એલોપેથીક દવા તથા ઇંજેકશન આપી બીમાર લોકોના સ્વાસ્થય સાથે બેદરકારી ભર્યું કૃત્ય કરી તેમાં ગે.કા. મેડીકલ પ્રેકટીસ કરી તથા સાધનો દ્વારા બિમાર વ્યક્તિઓ ને પોતે ડોકટર નહિં હોવા છતાય તપાસી છેતરપીંડી કરી ઓલોપેથીક દવાઓ, ઈન્જેકશનો મેડીકલ સાધનો મળી કિ.રૂ.5641.48 ના મુદ્દામાલ સાથે પકડી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વધુ કાર્યવાહી હારીજ પોલીસ કરી રહી છે.
જિલ્લામાં બોગસ તબીબો નો રાફડો યથાવત…
મળતી માહિતી પ્રમાણે જો પાટણ જિલ્લામાં સર્ચ ઑપરેશન હાથ ધરવામાં આવે અને જિલ્લામાં તમામ જગ્યાએ જો યોગ્ય તપાસ કરવામાં આવે તો ગ્રામ્ય વિસ્તારો થી લઈને નાના શહેરોમાં પણ હજી અનેક આવા બોગસ તબીબો હોય મોટી શંખ્યામાં આવા હજી અનેક ડોક્ટરો પોલીસ ઝપાટે ચડે તેવું જણાઈ રહ્યું છે.જિલ્લામાં અનેક બોગસ તબીબો હોય જે ડિગ્રી વગર ના ડોક્ટરો જિલ્લામાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે ત્યારે તમામ જગ્યાએ પોલીસ તપાસ હાથ ધરવામાં આવે તો જિલ્લાના અનેક વિસ્તારોમાં ઓલોપેથીક દવાઓ અને મેડીકલ સાધનોનો મુદ્દામાલ સાથે બોગસ ડોક્ટરો ઝડપાય તેવું ચોક્કસ જણાઈ રહ્યું છે.