Gujarat

ધ ઉડ્ડાન વેલફેર ફાઉન્ડેશન સાવર કુંડલા દ્વારા વધુ એક સેવાકીય કાર્ય

સતનામ સેવા આશ્રમ અને સતનામ વૃધ્ધાશ્રમ ખાતે પુજ્ય રામજીવનદાસ સાહેબ મળવા આવ્યા ત્યારે મુળજીભાઇ પટેલ (ભગત) આવ્યા ત્યારે એકદમ વૃધ્ધ અને મેલા કપડા, વાળ અને દાઢી-મુંછ ખુબ મોટા થઈ ગયેલા..આ વાતની જાણ બાપુએ ધ ઉડ્ડાન વેલફેર ફાઉન્ડેશન અરવિંદ મેવાડા,કલ્પેશભાઇ પટેલ,નિતીનભાઇ હેલૈયાને કરતાં  આજરોજ તેમના વાળ અને દાઢી-મૂંછને વ્યવસ્થિત કરી સ્નાન કરાવી અને કપડા અપાવી અને સાથે ભોજન પ્રસાદ લઈ પુજ્ય રામજીવનદાસ સાહેબ સાંનિધ્ય તેવો આશ્રમ ખાતે મુળજી ભગતને આશ્રમની સેવાકાર્ય જોડયા હતા. આમ પૂજ્ય રામજીવનદાસ સાહેબના આશિર્વાદ મેળવ્યા હતા.
બિપીન પાંધી. સાવરકુંડલા