તારીખ ૨૬-૦૭-૨૦૨૪ને શુક્રવારે શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત
શ્રી વી.ડી.કાણકિયા આર્ટ્સ અને શ્રી એમ.આર.સંઘવી કોમર્સ કોલેજ, સાવરકુંડલા ખાતે અમરેલી જિલ્લા પોલીસ, સાવરકુંડલા દ્વારા વ્યાજ ખોરી નાબૂદી ઝુંબેશ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમનો પ્રારંભ સર્વ ધર્મ સમૂહ પ્રાર્થનાથી કરવામાં આવ્યો. ત્યારબાદ કોલેજના પ્રિન્સિપાલ ડો. એસ.સી.રવિયા સાહેબે મહેમાનોનું શબ્દોથી સ્વાગત કરી પ્રાસંગિત ઉદબોધન કર્યું. સાવરકુંડલા ટાઉન પોલીસ વિભાગના પી.એસ.આઇ. જી.એમ. જાડેજા સાહેબે ઉપસ્થિત રહી તાજેતરમાં લાગુ પડેલ ત્રણ નવા કાયદાઓની જાણકારી વિદ્યાર્થીઓને આપી. ત્યારબાદ સાવરકુંડલા ટાઉન પોલીસ વિભાગમાંથી પધારેલ શ્રી હર્ષદભાઈ ચોટલીયાએ સાયબર ક્રાઇમ જાગૃતિ, સાયબર ક્રાઇમ ફ્રોડ હેલ્પ લાઈન નંબર, મહિલા અભયમ,મહિલા સુરક્ષા માટે SHE – ટીમ, ત્રણ વાત અમારી (પોલીસની) અને ત્રણ વાત તમારી વિશે વિસ્તૃત છણાવટ કરી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે કોલેજના પ્રિન્સિપાલ તથા તમામ સ્ટાફ મિત્રોએ જહેમત ઉઠાવી હતી.
રિપોટર – બિપીન પાંધી