સુરત રાજગોર બ્રાહ્મણ ટ્રસ્ટી મંડળમાં હોદ્દેદારોની નિમણુંક
તા.૧૬-૭૨૦૨૪ ના રોજ સુરત રાજગોર બ્રાહ્મણ ટ્રસ્ટી મંડળમાં નિમણુંક ટ્રસ્ટીઓને વહીવટી હોદ્દા સોંપવામાં આવ્યા હતા.
ભૂતપૂર્વ ટ્રસ્ટી મંત્રીશ્રી દ્રુપદભાઈ જાનીએ ટ્રસ્ટના બંધારણના નિયમોની અને હોદ્દાની ફરજો વાંચી સંભળાવી હતી. ખજાનચી ભાનુશંકરભાઈ તેરૈયાએ ગત પાંચ વર્ષના હિસાબ રજૂ કર્યા હતા.
ઉપરોક્ત મિટિંગ વાસુદેવભાઈ જોશી (રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સંઘના ઉપપ્રમુખ) ના ફાર્મ હાઉસમાં સાંજે ૬.૦૦ કલાકે રાખવામાં આવી હતી. ટ્રસ્ટીઓ ઉપરાંત આ મિટિંગમાં જસદણ જ્ઞાતિ પ્રમુખ જયંતિભાઈ જોશી અને સુરત વિભાગીય પ્રમુખ મનોજભાઈ તેરૈયા ઉપસ્થિત રહ્યા હતા. નવા ટ્રસ્ટી પ્રમુખ શ્રીજીતુભાઇ દવે અને મંત્રીશ્રી નારણભાઇ દવે એ પોતાના વિચારો રજુ કર્યા હતા.
સુરત ટ્રસ્ટમાં પાંચ વર્ષ પ્રમુખ શ્રીમનસુખભાઈ તેરૈયાના માર્ગદર્શન નીચે માનદસેવા બજાવીને નિવૃત્ત થતા જુના ટ્રસ્ટીશ્રીઓ તથા હોદ્દેદારોના સેવાની નોંધ લઇ આભાર વ્યક્ત કરેલ. જરૂર જણાય એ ભવિષ્યમાં જ્ઞાતિ સમાજને યોગ્ય માર્ગદર્શન આપવા અનુરોધ કરેલ. મિટિંગ સંપન્ન થયા બાદ ભોજન પ્રસાદની વ્યવસ્થા વાસુદેવભાઈ જોશી દ્વારા રાખવામાં આવી હતી. જ્ઞાતિ મંત્રી નારણભાઈ દવે તથા સહમંત્રી સુરેશભાઈ જોશીએ સમગ્ર મીટીંગનું સુચારુ આયોજન કરેલ. તેમ લાભશંકરભાઈ જોશીની અખબાર યાદી જણાવે છે.
સી.વી.જોશી વિસાવદર



