ઇમ્તીયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર તથા નાયબ પોલીસ અધિક્ષક કે.એચ. સુર્યવંશી નાઓએ મહીલા વિરૂધ્ધ થતી ગુના ખોરી અટકાવવા તેમજ મહીલાઓ સાથે અઘટિત બનાવ ન બને તે બાબતે તકેદારી રાખી અસરકારક કામગીરી કરવાનું સુચન કરવામાં આવેલ જે બાબત ને ધ્યાને રાખી પોલીસ ઇન્સ્પેકટર એ.આર.પ્રજાપતિ મહીલા પોલીસ સ્ટેશન નાઓને આજરોજ ક.૨૧/૦૫ ટેલીફોનીક હકીકત મળેલ કે રજપુત ફળીયામાં રહેતી કિશોરી ગઇ તા.૦૯/૧૧/૨૦૨૪ના રોજ તેના ઘરેથી કોઈને કહયા વગર જતી રહેલ છે.
જે રંગપુર ખાતે ઉભી છે. જે હકીકત આધારે કોઇ પણ જાતના વિલંબ કર્યા વગર મહીલા પો.સ્ટે.ના શી- ટીમ ઇન્ચાર્જ નાઓને ગાડી સાથે રવાના કરેલ અને રંગપુર એસ.બી.આઇ બેંક પાસે રોડ ઉપર ઉપરોકત હકીકતવાળા બેન મળી આવતા તેઓને પુછતા તેઓ રજપુત ફળીયામાં હોવાનુ જણાવેલ હોય જેથી શી-ટીમ ઇન્ચાર્જ નાઓએ તેઓને સુરક્ષીત છોટાઉદેપુર ખાતે લાવી તેઓની માતા નામે જયાબેન વિપુલભાઇ રાઠવા નાઓને સોપી પ્રસંસનીય કામગીરી કરેલ છે. તેમજ આ બાળ કિશોરી સાથે અઘટિત બનાવ બનતા અટકાવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર