Gujarat

છોટાઉદેપુર તાલુકાના ઉખલવાટ ગામના અર્જુનભાઈ ધાનક આની નદીમાં તણાઈ જઈ મૃત્યુ થતાં તાલુકા પંચાયત કચેરી ખાતે સાંસદ અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં પરિવારજનોને ચાર લાખનો ચેક અર્પણ કરાયો છે

છોટાઉદેપુર તાલુકાના ઉખલવાટ ગામે ધાનક અર્જુનભાઈ ખીમજીભાઈ આની નદીમાં તણાઈ જતા મૃત્યુ થયું હતું.જેને લઈને સરકાર દ્વારા ચાર લાખ રૂપિયાની સહાય આપવામાં આવી છે. જેને લઈને આજે છોટાઉદેપુર તાલુકા પંચાયત ખાતેથી તેઓના પરિવારજનોને સહાયરૂપે 4 લાખનો ચેક લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા અને તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન રાઠવાની ઉપસ્થિતિમાં આપવામાં આવ્યો હતો.
આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી, તાલુકા ભાજપ પ્રમુખ કાળુભાઈ નાયકા, ભાજપના યુવા નેતા સંગ્રામસિંહ જશુભાઈ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા.
 રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર