Gujarat

કિર્ગિસ્તાનમાં ફસાયેલા લોકોની તાત્કાલિક મદદ કરવા માગ, કહ્યું- વિદ્યાર્થીઓની સુરક્ષા સાથે વાલીઓને માહિતી મળે તેવી વ્યવસ્થા કરો

કિર્ગિસ્તાનમાં મેડિકલ સહિત અન્ય વિષયનો અભ્યાસ કરવા ગયેલા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. છેલ્લા એક સપ્તાહથી જે રીતે ત્યાં તોફાન સર્જાય છે તેના કારણે સુરતના પાંચસોથી હજાર જેટલા વિદ્યાર્થીઓની મુશ્કિલો વધી રહી છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ મદદ માગી રહ્યા છે, પરંતુ હજુ સુધી તેમને યોગ્ય મદદ મળી નથી તેને કારણે પરિવારમાં પણ ચિંતાનો માહોલ સર્જાયો છે.

વિદ્યાર્થીઓને મદદ ક્યારે પહોંચશે

કિર્ગિસ્તાનમાં સુરત સહિત સમગ્ર ગુજરાતના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. હાલ ત્યાં સ્થાનિક યુવાનો અને અન્ય દેશના યુવકો વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે. એરપોર્ટ ઉપર પણ સ્થિતિ ખૂબ જ ખરાબ છે.

વિદ્યાર્થીઓ આવવા ઈચ્છે છે પરંતુ તેઓ આવી શકતા નથી. વિદ્યાર્થીનીઓ દ્વારા ઇન્ડિયન દુતાવાસથી લઈને વિદેશ મંત્રી સુધી મદદની માંગણી કરી છે.

વિદ્યાર્થીનો સાથે કંઈ પણ અઘટિત ઘટના બને તેવી ભયંકર સ્થિતિ જોતા તાત્કાલિક તેમને મદદ પહોંચાડવી જરૂરી છે. ઘણા વિદ્યાર્થીની સાથે વાતચીત થતા તેમણે સ્પષ્ટ કહ્યું છે કે, હજી સુધી અમને કોઈ મદદ મળી રહી નથી.