Gujarat

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દેવહાટ ખાતે ટીબીની સારવાર  ચાલતા દર્દીઓને જન જાગરુતિ અભિયાન રૂપે ટીબી રોગ તેમજ હિપેટાઈટીસ વાયરસ વિષેની માહિતી માટે પેશન્ટ- પ્રોવાઇડર મીટીંગ યોજાઈ

છોટાઉદેપુરના દેવહાટ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ટીબીની સારવાર ચાલુ હોય તેવા ટીબી દર્દીઓને ટીબી રોગ અંગે પેશન્ટ- પ્રોવાઇડર મિટીંગ બોલાવી ટીબી રોગના લક્ષણો, તપાસ અને સારવાર વિશે એસ.ટી.એસ. મનહરભાઈ વણકર મારફતે  વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.
 જેમાં જિલ્લા ક્ષય અધિકારી ડો. ભરતસિંહ ચૌહાણના માર્ગદર્શન હેઠળ ટીબી રોગના દર્દીઓ માટે  સરકાર દ્વારા મળતી સેવાઓ  વિનામૂલ્યે તપાસ, સારવાર તેમજ વિશે તથા નિક્ષય પોષણ સહાય યોજના હેઠળ દર્દીનાં બેંક એકાઉન્ટમાં દર મહિને જમા કરવામાં આવતા રૂપિયા ૫૦૦ તેમજ ટ્રાઈબલ દર્દી માટે મળતી રૂપિયા ૭૫૦ સહાય વિશે પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. યોજાયેલ પેશન્ટ પ્રોવાઇડર મિટિંગમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર  ડો. ખ્યાતિ જોષીએ દર્દીઓને   આરોગ્ય વિશે તથા હિપેટાઈટીસ વાયરસને લીધે થતાં લિવરને નુકશાન , દારૂ તેમજ વ્યસનથી થતા નુકસાન વિષે વિસ્તૃત માહિતી     આપી.
 
લેબોરેટરી ટેકનીશીયન ,ફાર્માસિસ્ટ , સિનિયર ટ્રીટમેન્ટ સુપરવાઈઝર મનહરભાઈ વણકર સહિત આરોગ્ય સુપરવાઈઝર ખુલસિંગભાઈ રાઠવા સહિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ કર્મચારીઓ તથા ટીબી ચેમ્પિયન્સ અને ડોટ્સ પ્રોવાઇડરો તથા ટીબી રોગના દર્દીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા