Gujarat

ભાદર ડેમ સતત ઓવરફ્લો થતાં હેઠવાસના તમામ કોઝવે પાણી પાણી.

કલાકો સુધી અંતિમ યાત્રા રથ પણ અટવાયો.
ભાદર ડેમ છેલ્લા બે દિવસથી ઓવરફ્લો હોય ડેમના હેઠવાસના તમામ કોઝવે બેઠા પુલ પાણીમાં ગરક થઈ ગયા છે. તેમાં જેતપુરનો બેઠી ઢાબીનો પુલ પણ ગરક થઈ ગયો હોય શહેરના સામાકાંઠે આવેલ દેરડી આવાસ સહિત બે સોસાયટીમાં તેમજ પંદરેક ગામોના લોકોને બાર કિમી ફરી જેતપુર આવવું આવવું પડે છે. ઉપરાંત આજે એક અંતિમયાત્રા ને પણ રાહ જોવી પડી હતી.
ભાદર ડેમ છેલ્લા બે દિવસથી ઓવરફ્લો જ રહેતા ડેમના દરવાજા વધતા ઓછા છ ફૂટે ખુલ્લા છે. બીજી બાજુ સુરવો ડેમ પણ ઓવરફ્લો હોય તેના પણ ત્રણ દરવાજા ખુલ્લા છે. ત્યારે જેતપુરના દેરડી બેઠી ઢાબીના પુલ પાસે ભાદર, સુરવો અને ગાલોરીયો ત્રણ નદી. એકઠિ થાય છે. જેમાં હાલ ભાદર ડેમ અને સુરવો ડેમ બંને ડેમના દરવાજા ખુલ્લા હોવાથી ભાદર નદીમાં ઘોડાપુર આવ્યા છે. અને ભાદર નદીના પર આવતા તમામ કોઝ વે તેમજ બેઠા પુલ પર 7 ફૂટ જેટલા પાણી ચડી ગયા છે. જેમાં દેરડીના બેઠી ઢાબીના પુલ પર છ ફૂટ જેટલું પાણી વહેતું હોય વાહન વ્યવહાર છેલ્લા 2 દિવસથી બંધ કર્યો છે.
પુલની સામેની બાજુ નગરપાલિકાની દેરડી આવાસ, માંહી સોસાયટી તેમજ દેવીપૂજક સમાજની વસાહત સહિત આઠેક હજારની વસ્તી ઉપરાંત દેરડી, મોણપર, ખંભાલીડા, ભંડારીયા, ખોડલધામ સહિતના પંદરેક ગામોનો અવરજવરનો રસ્તો બંધ થઇ ગયો છે.આ આ વિસ્તાર સહિત ગામડાઓને જેતપુર આવવા જવા માટે કાગવડ થઈને અંદાજે 10 કિમી ફરવા જવું પડી રહ્યું છે. હાલ આ ફૂલ પાણીમાં ગરકાવ હોય જેથી સામા કાંઠા વિસ્તારમાં જવાનો રસ્તો પણ બંધ થતાં કલાકો સુધી અંતિમયાત્રા રથને પણ રાહ જોવી પડી હતી. તંત્રના ધ્યાને આ લોકોની મુશ્કેલી ક્યારે નજરે પડશે એ તો જોવું જ રહ્યું..