Gujarat

વિશ્વ વસ્તી દિવસ ઉજવણી અંતર્ગત જોડિયા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હડિયાણા ની આંગણવાડી-૩ ખાતે ગુરુશિબિર યોજાઈ તેમજ રેલી કાઢવામાં આવી

જોડીયા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હડિયાણા ની આંગણવાડી નંબર-૩ ખાતે  વિસ્તાર માં ગામના બહેનો ને એકઠા કરી. ૧૧ જુલાઈ વિશ્વ વસ્તી દિવસ પ્રચાર પ્રસાર અંતર્ગત કુટુંબ નિયોજન માટે વિવિધ પદ્ધતિ કાયમી અને બિન કાયમી પદ્ધતિ વિષે વિગતવાર માહિતી આપવામાં આવી. કાયમી પદ્ધતિ માં સ્ત્રી નસબંધી તેમજ પુરુષ નસબંધી વિષે અને બિન કાયમી પદ્ધતિ નિરોધ , ઓરલ પિલ્સ , માલા , છાયા , અંતરા ઇન્જેક્શન ( દર ત્રણ મહીને એક્વાર લેવામાં આવતું ઇન્જેક્શન ) , કોપર-ટી ( ૫ વર્ષ માટે અને ૧૦ વર્ષ માટે ) પી.પી.ઓ.યુ.સી.ડી ડીલેવરી બાદ તુરંતજ મુકવામાં આવે છે ( ૫ વર્ષ માટે અને ૧૦ વર્ષ માટે ) જેવી વિવિધ પદ્ધતિ વિષે માહિતી આપવામાં આવી તેમજ કુટુંબ કલ્યાણ હેઠળ મળવાપાત્ર સેવાઓ અને યોજના વિષે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ પત્રિકા આપવામાં આવી. તેમજ કોલેરા રોગ વિષે માર્ગદર્શન અપાયું. કોલેરા એ આંતરડાનો તીવ્ર ચેપ છે તેના કારણે ઝાડા, ઉલટી થાય છે તેમજ ત્યારબાદ પ્રવાહી ઘટી જાય છે.
ગંભીર કિસ્સાઓમાં, સારવાર ન મળે તો, દર્દીને ડિહાઇડ્રેશન થઇ શકે છે અને મૃત્યુ પણ થઈ શકે છે. માટે ઉકાળેલું ગરમ આપી પીવું તેમજ વારંવાર હાથ ધોઈ સ્વચ્છ રાખવા તેમજ અન્ય સાવચેતી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. આ સમગ્ર માહિતી મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો. નુપુર પ્રસાદ અને તાલુકા હેલ્થ ઓફિસર ડો.સંજય સોમૈયા ના માર્ગદર્શન હેઠળ ડી.એસ.બી.સી.સી ચિરાગ પરમાર , તેમજ આરોગ્ય ની ટીમ ના ડો.સરીતા દુબે , શાંતુબેન મકવાણા,વર્ષાબેન પંડ્યા, રજની સંતોકી,રીના ડાંગર  અને હડિયાણા ગામ ના આશા કાર્યકર બહેનો માં લાભુબેન ઝાપડા,રીટાબેન હળવદીયા ,સહેનાઝ્બેન મુળશ  પી.એમ.ડબલ્યુ કપિલ લીંબાણી દ્વારા માહિતી આપવામાં આવી તેમજ પત્રિકા વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ નાસ્તો કરવામાં આવ્યો હતો અને વિશ્વ વસ્તી દીવસ ની જાગૃતતા અંગે રેલી કાઢવામાં આવી હતી.