Gujarat

કચ્છના પ્રસિદ્ધ યાત્રાધામ માતાનામઢમાં 2 ઓક્ટોમ્બરના ઘટસ્થાપન સાથે અશ્વિન નવરાત્રી પર્વનો આરંભ થશે, તૈયારીઓ શરૂ કરાઈ

લખપત તાલુકામાં આવેલા કચ્છના પ્રસિદ્ધ યાત્રાધામ માતાના મઢ સ્થિત મા આશાપુરા માતાજીના મંદિરે આગામી અશ્વિન નવરાત્રી પર્વની પરંપરાગત રીતે કરવામાં આવતી ઉજવણી આ વર્ષે આગામી બીજી ઓક્ટોબરના મોડી સાંજે ઘટસ્થાપનની ધાર્મિક વિધિ બાદ બીજા દિવસથી નવરાત્રી પર્વનો આરંભ થશે.

અશ્વિન નવરાત્રિ અંગેની ઉજવણી માટે આગોતરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે દેશદેવી મા આશાપુરા માતાજીના સ્થાનક માતાનામઢમાં આગામી અશ્વિન નવરાત્રી પર્વનો આરંભ ભાદરવા વદ અમાસ, તા. 2/10, બુધવારના રાત્રે 9:00 કલાકે મઢ જાગીરના અધ્યક્ષ યોગેન્દ્ર સિંહજી રાજાબાવાના હસ્તે ઘટસ્થાપનની ધાર્મિક વિધિ બાદ તા. 3/10 આસો સુદ એકમને ગુરૂવારથી નવરાત્રી પર્વનો આરંભ થશે, જ્યારે આસો સુદ સાતમ તા. 10/10 ને ગુરૂવારના રાત્રે 8:15 કલાકે ઓમ હવનની ધાર્મિક વિધિ બાદ મોડીરાતે 1/15 કલાકે શ્રીફળ હોમ સાથે આ પર્વનું સમાપન થશે.