Gujarat

જામનગરના એરપોર્ટ પર હવાઈ યાત્રાને સુરક્ષિત બનાવવાના સફળ આયામોને લક્ષમાં રાખીને સ્ટાફે ઉજવણી કરી

જામનગરમાં બ્યુરો ઓફ સિવિલ એવિએશન અને એરપોર્ટ ઓથોરિટીઝ ઓફ ઇન્ડિયા દ્વારા ઉડ્ડયન સુરક્ષા સંસ્કૃતિ સપ્તાહની ભારતમાં ઉજવણી થઈ રહી છે.

હવાઈ યાત્રાને સુરક્ષિત બનાવવાના નક્કર અને સફળ આયામોને લક્ષમાં રાખીને તારીખ 5 થી 11 ઓગસ્ટ 2024 દરમિયાન આ ઉડ્ડયન સુરક્ષા સંસ્કૃતિ સપ્તાહની ઉજવણી જામનગર એરપોર્ટ ખાતે પણ થઈ રહી છે.

હવાઈ યાત્રાને સુરક્ષિત તથા વિશ્વસનીય બનાવવાની પ્રતિબદ્ધતાને અનુલક્ષીને આજરોજ સિવિલ એનક્લેવ, એરપોર્ટ ઓથોરિટીઝ ઓફ ઈન્ડિયા જામનગર એરપોર્ટનાં ડાયરેક્ટર ધનંજય કુમાર સિંઘનાં નેતૃત્વમાં એરપોર્ટ ઓથોરિટી સ્ટાફ, ગુજરાત પોલીસ સ્ટાફ,એરલાઇન્સ સ્ટાફ તથા અન્ય એજન્સીઓએ શપથ લીધી હતી.