Gujarat

રાણપુર તાલુકાના નાગનેશ ગામે પ્રાથમિક શાળા ખાતે PGVCL કચેરી દ્વારા વિદ્યાર્થીઓને સાવચેતી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું…

રાણપુર તાલુકાના નાગનેશ ગામે પ્રાથમિક શાળા ખાતે PGVCL કચેરી દ્વારા વિદ્યાર્થીઓને સાવચેતી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું…

બોટાદ જિલ્લાના રાણપુર પીજીવીસીએલ કચેરી દ્વારા રાણપુર તાલુકાના નાગનેશ ગામે પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થીઓને લાઈટને લગતી બાબતોમાં સાવચેત રહેવા અને સુરક્ષિત રહેવા બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું જેમાં વીજ વપરાશના થાંભલા,ટ્રાન્સફોર્મર સેન્ટર,ડિસ્ટ્રીબ્યુશન બોક્સ,તાણીયા ટાવર લાઇટ વગેરે ને કોઈપણ વ્યક્તિએ અડવું નહીં અને તેનાથી દૂર રહેવું તેમ જ આગામી દિવસોમાં ઉતરાયણનો તહેવાર આવતો હોય તે દરમિયાન કોઈપણ બાળકોએ લાઈટના તાર સાથે લાઈટના થાંભલા સાથે પતંગ ફસાયો હોય તો તે લેવા જવું નહી અને અડવું નહીં લાઈટના તારથી દૂર રહીને સાવચેત રહીને પતંગ ચગાવવા તેમજ વીજ વપરાશનો બચાવ કરવો જેવી બાબતો ઉપર રાણપુર પીજીવીસીએલ કચેરીના ડેપ્યુટી ઇજનેર આર.એ. ચૌધરીએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું આ સમયે રાણપુર પીજીવીસીએલ કચેરીના કર્મચારીઓ,નાગનેશ પ્રાથમિક શાળાના આચાર્ય,શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા..

તસવીર:વિપુલ લુહાર,રાણપુર

IMG-20241213-WA0041-2.jpg IMG-20241213-WA0040-0.jpg IMG-20241213-WA0042-1.jpg