સરહદી વિસ્તાર ધરાવતા ખડીર દ્વીપ સમુહ પર આવેલા રતનપર ગામે પૌરાણિક સાંગવારી માતાજીનો મેળો પરંપરાગત રીતે યોજાયો હતો. મેળામાં ખડીરના રતનપર, ધોરાવીરા, જનાણ, અમરાપર, કલ્યાણપર, ખારોડા, રાપર, ચોબારી, મનફરા, પ્રાંથણ સહિતના ગામોમાંથી લોકો ઉમટ્યાં હતા. મેળા દરમિયાન લોક ગાયક બાબુભાઇ આહિર, પુનમ બેન ગઢવીના સ્વરમા દાંડિયા રાસ ગરબા મહોત્સવ યોજાયો હતો.
મેળા દરમિયાન ખાણીપીણીના સ્ટોલ રમત ગમત કટલેરી તથા અન્ય સ્ટોલ જોવા મળ્યા હતા. રતનપર સરપંચ વેજીબેન આહિર જિલ્લા પંચાયત સદસ્ય, રુપેશભાઇ આહિર, નરેન્દ્રભાઇ ગઢવી, દશરથભાઇ આહિર, હિરજીભાઇ આહિર સહિતના આગેવાનો તથા આસપાસના સરપંચ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સાંગવારી માતાજીનુ પૌરાણિક મંદિર સદીઓ જુનું છે અને ખડીર વિસ્તારમાં અનેરું મહત્ત્વ ધરાવે છે આજે યોજાયેલ સાંગવારી માતાજી નો મેળામાં આહિર સમાજ મુખ્યત્વે જોવા મળે છે આહિર સમાજના પરંપરાગત પોશાકમા ભાઇઓ અને બહેનો જોવા મળતા હતા.