Gujarat

સાવરકુંડલા ખાતે ગતરાત્રિના શિવમંદિરો દીપમાળા સાથે શોભાયમાન જોવા મળેલ.. શિવજીની શોભા અનેરી. ભક્તગણ આરતીના દર્શન કરી ધન્યતા અનુભવતાં જોવા મળ્યા

સાવરકુંડલા શહેરમાં ગતરોજ શ્રાવણ માસના પ્રથમ સોમવારે રાત્રિની શિવમંદિરોમાં આરતીના અનોખા દર્શન જોવા મળેલ. શિવમંદિરોમાં શિવભકતોની ભારે ભીડ જોવા મળી. લોકો પણ આરતીના દર્શન કરવા ઉમટી પડેલ. સાવરકુંડલાના શિવમંદિરોમાં ભક્તિભાવ સાથે લોકો આરતીના દર્શન કરી  ધન્યતા અનુભવતાં જોવા મળ્યા હતા. આમ તો સમગ્ર શ્રાવણ માસ દરમ્યાન શિવમંદિરોમાં વિવિધ શણગાર સાથે આરતી થાય છે.
બિપીન પાંધી  સાવરકુંડલા.