શ્રી પરશુરામ સંગઠનની શ્રાવણમાસના પ્રારંભે દસમુ વર્ષ પૂર્ણ કરી અગિયારમા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે, ત્યારે અગિયારમા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિતેવિવિધ કાર્યક્રમો થકી ઉજવણી કરવા જઈ રહ્યું છે.
શ્રી પરશુરામ બ્રહ્મસમાજ સંગઠન નવ વર્ષની પૂર્ણતાએ દસમાં વર્ષમાં શ્રી પરશુરામ સંગઠનના નવા નામ, અને નવા પ્રતીક સાથે કાર્યરત છે, બિનરાજકીય વિચારધારા, સામાજિક કાર્યો થકી આગવી ઓળખ ઉભી કરનાર શ્રી પરશુરામ સંગઠન* શ્રાવણ માસના પ્રારંભે 10 મુ વર્ષ પૂર્ણ કરી 11 મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે, *શ્રી પરશુરામ સંગઠન* ના 11 મા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિતે વિવિધ કાર્યક્રમો થકી ઉજવણી કરવા જઈ રહ્યું છે, જે અંતર્ગત ભરૂચ પાંજરાપોળ ખાતે તારીખ 04/08/2024 ને રવિવારના રોજ સવારે 09 : 30 કલાકે “ગૌપૂજા અને ઔદુમ્બરવૃક્ષ” ની પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે,ત્યારબાદ શ્રાવણ માસના અંતિમ સોમવારે મહાકાલ એવા મહાદેવનો વિશેષ “બિલ્વાર્પણમ” કાર્યક્રમ યોજવામાં આવશે સાથે આયુરવૈદીક અને હોમિયોપેથીક મેડિકલ કેમ્પ સહિત સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું છે.
વિરલ ગોહિલ, ભરૂચ