પાળિયાદ પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યા માં મૂળુભાઈ બેરા મંત્રી ઠાકરશ્રી વીહળાનાથ ના દર્શને
તારીખ ૧૪/૦૮/૨૦૨૪ ને બૂધવાર ના રોજ પાળિયાદ પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યા માં શ્રી મૂળુભાઈ બેરા (મંત્રી શ્રી વન અને પર્યાવરણ આબોહવા પરિવર્તન તેમજ પ્રવાસન સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગુજરાત રાજ્ય) ઠાકરશ્રી વીહળાનાથ ના દર્શને આવેલ અને જગ્યા ના મહંત પરમ પૂજ્ય શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી નિર્મળાબા ના આશીર્વાદ લીધા અને પૂજ્ય શ્રી ભયલુબાપુ ની શુભેચ્છા મુલાકાત કરી પૂજ્ય ભયલુબાપુ દ્વારા એમનું પુષ્પમાળા પહેરાવી ઠાકર ની સ્મૃતિ આપી સન્માન કરવામાં આવ્યું પોતે જગ્યા માં ઠાકર ના દર્શન કરી ભોજન પ્રસાદ લઈ કાર કલેક્શન જોઈ અત્યાધુનિક શ્રી બણકલ ગૌશાળા અને અશ્વશાળા ના દર્શન કરી ભોજનાલય ની મુલાકાત લઇ જગ્યાની સ્વચ્છતા અને ચોખ્ખાઈ જોઈ ખુબ રાજીપા સાથે આનંદ વ્યક્ત કર્યો
અહેવાલ કનુભાઈ ખાચર





