Gujarat

એથ્લેટીક્સ સ્પર્ધામાં સાવરકુંડલા શહેરની શ્રી કે.કે હાઈસ્કૂલના ખેલાડીઓએ મેળવી ઝળહળતી સિદ્ધિ…

તા.૩૦અને ૩૧ જુલાઈના રોજ શ્રી કે કે. હાઈસ્કૂલના યજમાન પદે ૬૮મી અખિલ ભારતીય તાલુકા કક્ષાની એથ્લેટીક્સ સ્પર્ધા યોજાય જેમાં બધા જ એસ ગ્રુપમાં કે કે હાઈસ્કૂલના ભાઈઓ બહેનોએ પ્રથમ અને દ્વિતીય નંબર લાવી શાળાનું ગૌરવ વધારેલ છે અન્ડર ૧૯ ભાઈઓમાં ૧૦૦ અને ૨૦૦ મીટર દોડમાં ગોહિલ હેમાંગ પ્રથમ અને ગોરી રેહાન દ્વિતીય, ૪૦૦ મીટર દોડમાં હાવડીયા ધૃવિલ પ્રથમ અને સરવૈયા જનક દ્વિતીય,૮૦૦ મીટર દોડમાં પરમાર પારસ દ્વિતીય,૧૫૦૦ મીટર દોડમાં મકવાણા પવન પ્રથમ ૨૦૦ મીટરમાં દ્વિતીય,ગોળાફેકમાં કાજી સાહિલ પ્રથમ અને ચક્રફેકમાં દ્વિતીય, ચક્ર ફેકમાં ખાણીયા હિતેશ પ્રથમ અને લાંબીકૂદ દ્વિતીય,૫૦૦૦ મીટર જલદચાલમાં સિંધવ નરેશ પ્રથમ અને ગમારા વિજય દ્વિતીય,બરછીફેંકમાં સલોત રેહાન દ્વિતીય નંબર  પ્રાપ્ત કર્યો છે.
અંડર-૧૭ ભાઈઓમાં ૮૦૦ મીટર દોડમાં ગોંડલીયા દીપ ૩૦૦૦મીટર દોડમાં વાળા જય પ્રથમ અને કુંડચા શરદ દ્વિતીય,૧૧૦ મીટર વિઘ્નદોડમાં રાતડીયા દીપક પ્રથમ અને ટોળીયા દર્શક દ્વિતીય,૪૦૦ મી.વિઘ્નદોડમાં સુસરા શુભમ પ્રથમ અને રાઠોડ અલ્પેશ દ્વિતીય, લંગડી ફાળકૂદમાં વાળા જય પ્રથમ,૫૦૦૦મી. જલદ ચાલમાં જાદવ ઉમંગ પ્રથમ તેમ જ ૨૦૦ મી.દોડ અને ૧૫૦૦મી.દોડમાં ચૌહાણ પાર્થ, ૪૦૦મી.દોડમાં આજરા ઉમેશ,લાંબીકૂદ અને બરછીફેંકમાં ધાખડા તરુણ, ચક્રફેકમાં ગોંડલીયા પ્રિન્સ દ્વિતીય નંબર પ્રાપ્ત કર્યો છે.
 અંડર-૧૪ ભાઈઓમાં ૮૦મીટર વિઘ્નદોડમાં સોલંકી દેવાંગ પ્રથમ અને રાઠોડ માનવ દ્વિતીય, ઊંચી કૂદમાં બોરીસાગર રઘુ પ્રથમ, ગોળાફેકમાં જેઠવા કૌશલ પ્રથમ, ચક્રફેકમાં શેખ રેહાન પ્રથમ અને જેઠવા કૌશલ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરેલું છે.અંડર-૧૯ બહેનોમાં ૨૦૦ મી.દોડમાં ધાધલ યોગેશ્વરી પ્રથમ,૩૦૦૦ મી. દોડમાં હડિયા ઉર્વશી પ્રથમ ,૧૦૦ મી દોડમાં હડિયા જેનિશા દ્વિતિય સ્થાન પ્રાપ્ત કરેલ છે. અંડર-૧૭ માં ૩૦૦૦મી.દોડમાં ઝીંઝાળા ગુંજન પ્રથમ અને ૨૦૦ મી.દોડમાં વિંઝુડા હેમાંગી,૪૦૦મી.દોડમાં પરમાર હિના દ્વિતિય સ્થાન પ્રાપ્ત કરેલ છે.અંડર-૧૪ બહેનોમાં લાંબી કૂદ માં મોર નીલમ પ્રથમ અને ૨૦૦ મી.દોડમાં લાડુમોર ખુશાલી દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરેલ છે.
 પ્રથમ  અને દ્વિતીય નંબર પ્રાપ્ત કરેલ ખેલાડીઓ આગામી સમયમાં યોજાનાર જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જશે. નંબર મેળવેલ બધા જ ખેલાડી ભાઈઓ-બહેનોને શાળાના પ્રિન્સિપાલ  ચેતનભાઈ ગુજરીયાએ તથા નૂતન કેળવણી મંડળના પ્રમુખ ચંદ્રિકાબેન ઘેલાણી  અને સર્વે ટ્રસ્ટીગણે ખૂબ ખૂબ અભિનંદન સાથે શુભકામનાઓ પાઠવી હતી.