Gujarat

આજ રોજ જોડિયા ગામે CHC હોસ્પીટલ ખાતે આયુષ્યમાન ભવ કાર્યક્ર્મ નું આયોજન કરવામાં આવ્યું હતુ

જોડિયા CHC હોસ્પીટલ ખાતે  આયુષમાન ભવ કાર્યક્રમ અંતર્ગત જામનગરના જી.જી.હોસ્પિટલ અને CHC હોસ્પીટલ  ના સહયોગથી  સર્વરોગ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના જામનગર ના પૂર્વ પ્રમુખ શ્રી ધર્મશીભાઈ ચનીયારા અને જોડીયા માર્કેટિંગ યાર્ડ ના વાઈસ ચેરમેન ચિરાગભાઈ વાંક એન જોડીયા બ્રહ્મ સમાજના આગેવાન ભરતભાઈ ઠાકર અને CHC હોસ્પિટલના જોડીયા ના સુપ્રીટેન્ડટ લીનાબેન ભાલોડિયા અને  ધર્મશીભાઈ ચનીયારા ના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી ને નિદાન કેમ્પ ને શુભ શરૂઆત કરવામાં આવી હતી. મુખ્ય  જિલ્લા આરોગ્ય અધિકારી જામનગર ડો એચ.એચ. ભાયા. અને અધિક્ષક શ્રી ડો.લીના કે ભલોડિયા  તેમજ તાલુકા હેલ્થ ઓફિસરશ્રી સંજય એમ સોમૈયા ના માર્ગદર્શન હેઠળ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યુ હતું.
અને જોડિયા CHC હોસ્પીટલ ના મેડિકલ ઓફિસર  તેમજ હોસ્પિટલ નો તમમાં  સ્ટાફ હાજર રહ્યા હતા. આ કેમ્પમાં જી.જી. હોસ્પિટલ જામનગરના 13 જેટલા નિષ્ણાત તબીબો તરફથી આરોગ્ય ની સેવા આપવામાં આવેલ.આ કેમ્પમાં ટોટલ 250 જેટલા દદીઓએ લાભ લીધો હતો .આ કેમ્પમાં ગામના વરિષ્ઠ આગેવાનોએ હાજરી આપી હતી.અને આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા CHC હોસ્પીટલ ના તમામ સ્ટાફ મળીને ભારે જહેમત ઊઠાવી હતી.
રિપોર્ટર=શરદ એમ.રાવલ