તા.૨૫ સપ્ટેમ્બરે બાબરા તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાશેઃ
તાલુકા કક્ષાના પ્રશ્નો અને ફરિયાદો માટે તા.૧૫ સપ્ટેમ્બર સુધીમાં અરજી કરવી
અમરેલી તા.૫ સપ્ટેમ્બર, ૨૦૨૪ (ગુરુવાર) બાબરા તાલુકા મામલતદાર કચેરી ખાતે આગામી તા.૨૫ સપ્ટેમ્બર, ૨૦૨૪ના રોજ બાબરા તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાશે. તાલુકા કક્ષાના પ્રશ્નો અને ફરિયાદો તા.૧૫ સપ્ટેમ્બર, ૨૦૨૪ સુધીમાં તાલુકા મથકે, બાબરા તાલુકા મામલતદારશ્રીની કચેરી ખાતે પહોંચતા કરવા. અરજીના મથાળે તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ અવશ્ય લખવું. સામૂહિક કે નીતિ વિષયક સિવાયના પ્રશ્નો રજૂ કરવા, તેમ બાબરા તાલુકા મામલતદારશ્રીએ એક યાદીમાં જણાવ્યુ છે.
રોહિત
