Gujarat

ઘાંટવડ એસ બી આઈ બેંક ની કથળી પરિસ્થિતિ છત ઉપરથી ટપકતું પાણી નાં કારણે ગ્રાહકો થયા પરેશાન

કાયમી માટે બેંકમાં નોકરી કરવા વાળા બેંક મેનેજર અને કર્મચારીઓને પેટમાં પાણી નથી હલતું
 દરેક જિલ્લાઓ , તાલુકાઓમાં  તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં સરકારી કચેરીઓ ,બેંક , સહિતના સુવિધાઓ થી સજ હોય છે પરંતુ ઘાટવડ ગામ માં તો કંઈક ઊંધું જ જોવા મળી રહ્યું છે ઘાટવડ ગામે આવેલી એસબીઆઇ બેંક શાખા મા વરસાદ નું પાણી ટપકતું જોવા મળ્યું હતું
ઘાટવડ ગામે  આવેલ એસબીઆઇ બેંક મા જતા ખાતા ધારકો ની હાલત ધોબી નાં કુતરા જેવી જોવા મળી હતી નાં ઘર નાં નાં ઘાટ  ગ્રાહક બિચારો જાય તો જાય ક્યાં પણ ખાતા ધારકો ને તો તેમનું બેંક માં અકાઉન્ટ હોય તો લેવડ દેવડ કરવા જાવું જ પડે ત્યારે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ની બ્રાન્ચ  ઘાંટવડ માં છે પરંતુ નથી એવો લોકોને અહેસાસ કરાવે છે જેમાં એસ બી આઇ બેંક માં એટલી હદે  પાણી ટપકે છે બેંક ની હાલત તમે જોઈ રહ્યા છો એટલું જ નહીં એક કર્મચારી પાણી કાઢવાની ફિરાક માં નજરે જોવા મળે છે ખાતા ધારકો એ કર્મચારી ને આ ટપકતા પાણી વિશે પૂછતા કહ્યું આ પાણી ટપકતું બંધ કરાવો તો બેંક કર્મચારી દ્વારા એવો જવાબ આપવામાં આવ્યો કે બેન્ક ભાડે છે અને એગ્રીમેન્ટ કરાર ઉપર છે એટલે આનું કંઈ ન થઈ શકે એની પણ સાચી વાત છે કારણ કે એ તો કર્મચારી છે એનું બિચારા નું શું ચાલે એ તો ચીઠી નું સાકર કહેવાય કર્મચારી બિચારો કાંઈ પોતાના સ્વખર્ચે તો પાણી બંધ કરાવવાની કોશિશ ના કરી શકે એના માટે ઉપર લેવલ નાં એસબીઆઇના અધિકારીઓ જવાબદાર છે આખરે  એસબીઆઇ બેંક ના ખાતા ધારકો ને ધ્યાને રાખી આ પાણી ટપકવાની સમસ્યા ક્યારે બંધ થાય એ જોવું રહ્યું