ગત વર્ષ ૨૦૨૩ને આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકે ઉજવવામાં આવેલ છે ત્યારે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જામનગર કેન્દ્ર દ્વારા ઉનાળુ ઋતુ દરમ્યાન જામનગર જીલ્લાના જુદાજુદા ગામોમાં ખેડૂતોના ખેતર ઉપર બાજરા સંશોધન કેન્દ્ર, જુકૃયુ, જામનગર દ્વારા બાજરાની વિકસાવેલ નવી બાયો-ફોર્ટીફાઈડ જાત GHB-1129 (જામ શક્તિ)ના પ્રથમ હરોળના નિદર્શનો ગોઠવવામાં આવેલ. આ અંતર્ગત આજ રોજ તા. ૨૩.૦૫.૨૦૨૪ ના રોજ જામનગર કૃષિ વિજ્ઞાન કન્દ્રના વડા ડો. કે. પી. બારૈયા સાહેબ તેમજ બાજરા સંશોધન કેન્દ્રના વડા ડો. કે. ડી. મુંગરા સાહેબ તેમજ શ્રી એન. ડી. અંબાલીયા સાહેબ (વૈજ્ઞાનિકો) દ્વારા અલીયાબાડા મુકામે સુરેશભાઈ બચુભાઈ મકવાણાના ખેતર ઉપર બાજરની જાતના ગુણધર્મો, તેમની ખોરાકમાં અગત્યતા, ઉત્પાદન કરવાની રીતો, મૂલ્ય વર્ધન વગેરે વિષયો ઉપર ખેતર ઉપર પ્રત્યક્ષ નિદર્શન દરમ્યાન તાલીમ આપેલ હતી. જેમાં ગામના ૨૮ જેટલા ખેડૂતોએ લાભ લઈને વૈજ્ઞાનિકો સાથે સીધો વાર્તાલાપ કરવામાં આવેલ. નિદર્શન પ્લોટ જોતા ખેડૂતોએ જામ શક્તિ બાજરાની જાત અન્ય જાતોની સરખામણી ખૂબજ ભરાવદાર ડુંડા, એક સરખો પાક, વધુ ફૂટ તેમજ તાપ સામે પ્રતિકારક (હિટ ટોલરન્સ), પશુ ઘાસચારા તરીકે પણ સારું ફોડર ક્વોલીટી તેમજ વહેલી પાકતી જાત તરીકે ગણાવી હતી. આ બાબતે વૈજ્ઞાનિકોએ વધુ ઉમેરતા જણાવેલ કે આ જાત અન્ય જાત કરતા વધુ પ્રમાણમાં લોહ તત્વ (Fe)અને જસત/ઝીંક (Zn) ખૂબજ વધુ પ્રમાણમાં હોઈ, ખોરાકમાં ન્યુટ્રીશન માટે વધુ સારી જાત ગણાવેલ


