Gujarat

પાલનપુરમાં બારડપુરાનો રોડ ધોવાયો,રોડ ઉપર માત્ર કપચી નખાઇ હતી

બારડપુરા વિસ્તારમાં વરસાદના કારણે રોડ ધોવાઇ જતાં લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ચોમાસા પછી તુરંત નવો રોડ બનાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. પાલનપુરમાં બે દિવસ અગાઉ પડેલા ભારે વરસાદના કારણે ઠેર ઠેર રસ્તાઓ ધોવાયા હતા. જ્યાં બારડપુરા વિસ્તારના રોડ ઉપર ખાડા પડી ગયા છે.

આ અંગે મજહરભાઇ કુરેશીએ જણાવ્યું હતુ કે, તાજીયા ઝુલુસ અગાઉ નગરપાલિકા દ્વારા આ માર્ગ ઉપર માત્ર કપચી નાંખી માર્ગના ગાબડા પુરવામાં આવ્યા હતા. જે ભારે વરસાદના કારણે ખેંચાઇ જતાં ખાડા પડી ગયા છે.

અહિંયા શહેર તેમજ ગ્રામિણ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા માટે આવતા હોય છે. જેમને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ત્યારે ચોમાસુ પુરૂ થાય તે પછી તુરંત આ માર્ગો નવો બનાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.